રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના ગડોઈમાં બે મોટરસાયકલ અથડાતા એકનું મોત .
દાહોદ તા.૨૩
દાહોદ તાલુકાના ગડોઈ ગામે એક ગાડીના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૧મી નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં મેઘનગર તાલુકામાં ગઢવાડા ગામે મઘડા ફળિયામાં રહેતાં પંકજભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દાહોદના ગડોઈ ગામે ઉમરીયા કોતર તરફના રસ્તેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી રોંગ સાઈડે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પંકજભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં પંકજભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે પંકજભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં પંકજભાઈનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે રાળુભાઈ રાજહિંગભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.