રાજેશ વસાવે :- દાહોદ
જમીન કૌભાંડમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ટ દ્વારા B ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ દાખલ કરી..
દાહોદના નકલી NA પ્રકરણમાં વધુ 8 મિલકત ધારકો સામે નામ જોગ ગુનો દાખલ થયો..
દાહોદ તા.19
દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં સીટી સર્વે સુપ્રીડેટેડ દ્વારા દાહોદ B ડિવિઝન પોલીસ મથકે વધુ 7 મિલકત ધારકો સામે નામ જોગ ફરિયાદ દાખલ કરાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવટી દસ્તાવેજોના આધારે સરકારના પ્રીમિયમ ચોરીના આ જમીન કૌભાંડમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની સમિતિ દ્વારા બાકી બચેલા 85 પૈકી 76 જેટલા સર્વે નંબરોમાં ચાલી રહેલી તપાસોના ધમધમાટ વચ્ચે આજરોજ ઉપરોક્ત મિલકત ધારકો સામે B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થવા પામી છે.
દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર બોગસ બિનખેતી પ્રકરણમાં બિનખેતી તેમજ 73 AA માં મુક્તિ મેળવવા સરકારમાં ભરવા પાત્ર થતી રકમની ચોરી કરી સરકાર જોડે છેતરપિંડી ના કેસમાં તાલુકા પંચાયત કચેરીના શંકાસ્પદ 197 સર્વે નંબરોમાંથી અગાઉ 112 સર્વે નંબરોમાં ફરિયાદ દાખલ થયેલ છે.જેમાં 125 કરતાં વધુ લોકો સામે નામ જો ફરિયાદ દાખલ થઈ છે. તેમજ બાકી બચેલા 85 સર્વે નંબરો માંથી રેવન્યુ ડિપાર્ટમેન્ટની ગઠન કરેલી સમિતિ દ્વારા તપાસના અંતે 9 જેટલા સર્વે નંબરો સાચા નીકળ્યા હતા. જ્યારે બાકી બચેલા 76 સર્વે નંબરોમાં બોગસ હુકમ થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે આજરોજ સીટી સર્વે સુપ્રિન્ટેન્ટ દ્વારા દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે બે મહિલા સહિત આઠ મિલકત ધારકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે.
* B ડિવિઝન મથકે દાખલ થયેલી નામજોગ ફરિયાદની યાદી.*
1) આબીદઅલી તૈયબઅલી જાંબુઘોડાવાલા NA 33/11અ પૈકી ૨
(2) નજમુદ્દીન તોરાબઅલી વેપારી 953/1/2 સી. સ.5789
(3) રમિલાબેન ઉકારભાઇ ચુડાસમા 953/1/2 સી. સ.5789બ
(4) યુસુફીભાઇ સૈફુદીનભાઇ જીરૂવાલા 387/11પૈકી/3પૈકી/4
(5) મનહરલાલ ગોરધનદાસ નગરાલાવાલા 335 સી. સ.8105
(6) ફરીદાબેન મહેમુદભાઇ કુંજડા 376/1/1 પૈકી 6
(7) દિનેશભાઇ ભુરાભાઇ ડામોર 39
(8) ગનીભાઈ રસુલભાઇ ચાંદ 374 સી. સ. 8139 ક