રાજેશ વસાવે :- દાહોદ
મિલકતને NA કરી વેચાણ કરવામાં લેખિત કરાર આપનાર જમીન દલાલ પણ પોલીસના સકંજામાં.
દાહોદના નકલી NA પ્રકરણમાં ત્રણ મિલકત ધારકો સહિત 6 ની ધરપકડ:૧૦ દિવસના રિમાન્ડ મંજુર
દાહોદ તા.18
દાહોદના નકલી NA પ્રકરણમા પોલીસે તપાસના ધમધમાટ દરમિયાન વધુ ત્રણ મિલ્કતધારકો તેમજ ત્રણ જમીન દલાલો સહિત 6 ઈસમોને પોલીસે ધરપકડ કરી જેલભેગા કર્યા છે. બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં બોગસ દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે રજૂ કરી નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારના પ્રીમિયમ ચોરીના જમીન કૌભાંડમાં નોંધાયેલી 4 જૂદી જેટલી જુદી જુદી ફરિયાદોમાં અત્યાર સુધીમાં 22 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ઉપરોક્ત પકડાયેલા ઈસમોને દાહોદ પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
રેવન્યુ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન તેમજ નિયમો અને પ્રોસેસને દર કિનાર કરી બોગસ દસ્તાવેજોના આધારે એન્ટ્રી પડાવી નાણાકીય ઉપાર્જન કરવાના આ જમીન કૌભાંડમાં સામત સાકીર અબ્દુલ રહીમને રેવન્યુ સર્વે નંબર 495/2 પૈકી 2 માં,ઈદ્રીશ રસુલ જાડાને રેવેનુ સર્વે નંબર 339 / 4 માં તેમજ શબ્બીર ફકરૂદ્દીન ઝરણ વાલાને રેવેનુ સર્વે નંબર 23 / 1 પૈકી એક પૈકી એકમાં ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ પ્રકરણમાં ત્રણ જમીન દલાલો દીપક પંચોલી ગનીભાઈ મન્સૂરી તેમજ પીન્કેશ અગ્રવાલ સહિત ફૂલછા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
*ખેતીલાયક જમીનને બિનખેતી કરાવી વેચાણ કરવામાં લેખિત કરાર કરનાર જમીન દલાલ સકંજામાં..*
ઉપરોક્ત બનાવમાં જમીન દલાલ પીન્કેશ અગ્રવાલે રાજેન્દ્રકુમાર નામક જમીનના મિલકતધારક પાસે રાખેલી ખેતીલાયક જમીનને બિનખેતી કરાવી વેચાણ કરવા માટે લેખિત કરાર કર્યો હતો. જે બાદ ઉપરોક્ત જમીન દલાલે રામુ એન્ડ કંપની પાસે બિનખેતી કરાવ્યો હતો જોકે ઉપરોક્ત જમીનમાં બોગસ દસ્તાવેજોના આધારે બિનખેતીનો ખોટો હુકમ કરાવી ખોટી એન્ટ્રી પડાવી હોવાનું સામે આવ્યું છે.
*પકડાયેલા મિલકત ધારકોએ અદનાન તેમજ રામુ પાસે NA કરાવ્યું*
નકલી NA પ્રકરણમાં પોલીસ દ્વારા આજરોજ પકડાયેલા 6 ઈસમોએ અદનાન અને રામુ પંજાબી પાસે NA નો પ્રોસેસર કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે હાલ જેલવાસો ભોગવી રહેલા અદનાન પોલીસની ચાર જુદી જુદી ફરિયાદોમાં 18 કરતા વધુ રેવન્યુ સર્વે નંબરમાં નકલી NA પ્રોસેસમાં સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.