મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી નગરમાં તસ્કરોનો તરખાટ:સ્ટ્રીટ લાઇટ સહિત મિલવાળી ચાલીમાં મંદિરમાં ચોરી.
આપ દ્વારા મામલતદાર સહીત તાલુકા વિકાસ અધિકારીને સીસીટીવી કેમેરા નાખવા આવેદન આપ્યું..
જાહેર સ્થળ પર સહિત દરેક વોર્ડમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેવી માંગ
સંજેલી તા. 09
ડિજિટલ જમાનો હોવા છતાં 18મી સદીમાંમાં રહેતા હોય તેમ જોવાઈ રહ્યું છે. સંજેલી નગર સીસીટીવી કેમેરા ની રાહ જોઈ રહી છે.આપના કાર્યકર્તા દ્વારા સીસીટીવી કેમેરાના રૂપિયા ઉપડી ગયા હોવાનું પણ તાલુકા વિકાસ અધિકારીને આક્ષેપ કરવામાં આવ્યો છે.સંજેલી નગરમાં ચોરીનો ભય દિન પ્રતિ દિન વધવા લાગ્યો છે. બે દિવસ અગાઉ સાઈ મંદિર કબ્રસ્તાન જવાના માર્ગ પર સ્ટ્રીટ લાઈટ એલઇડીની ચોરી અને મીલવાળી ચાલીમાં હનુમાન મંદિર નો ઘંટની ચોરી થતાં ભયનો માહોલ સર્જાયો હતો. આ પહેલા પણ ઠાકોર ફળિયા સહીત અન્ય જગ્યાઓ પર પણ ચોરીનો બનાવો બન્યા હતા અનેકવાર અવારનવાર ચોરીની ઘટના બનતી હોય છે જેને લઇ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીને સીસીટીવી કેમેરા લગાવવા તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગો કરવામાં આવી હતી. તોયણી ની ઘટના વડોદરા ની ઘટના આશ્રમશાળાની તેમજ સુરેન્દ્રનગરની બળાત્કારી ઘટના જેવી અનેક ઘટનાઓ બની રહી છે જેથી સંજેલી નગરમાં દરેક વોર્ડ અને જાહેર સ્થળ પર સીસીટીવી કેમેરા મુકવામાં આવે તો આવી બનતી ઘટનાઓ ઉપર અંકુશ લાગે તેમ છે સંજેલી નગરમાં ડિજિટલ યુગ માં પણ સીસીટીવી કેમેરા થી વંચિત જાણે 18 મી સદી માં જીવી રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે તેવી આપ પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી.. આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અને ઝાલોદ નગરપાલિકાના પ્રભારી અલ્પેશભાઈ,રિઝવાનભાઈ, જયેશભાઇ રાઠોડ,ચંપાબેન મછાર,
કપિલાબેન બારીયા,ઈરફાનભાઈ બાબુભાઇ ચારેલ,મુકેશભાઈ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…