
રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ ૨૩ વર્ષના વિકાસ અંગે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે ચર્ચા વિચારણા કરી*
*ગુજરાતની ૨૩ વર્ષની વિકાસ યાત્રા સાથે દાહોદ જિલ્લામાં થયેલ આરોગ્ય વિકાસ અંગેની છણાવટ કરાઈ*
દાહોદ તા. ૯
વિકાસ સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ૨૩ વર્ષની વિકાસ ગાથા અંગે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧ માં ૦૭ ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આજ દિન સુધીની વિકાસની યાત્રામાં થયેલ અનેક વિકાસ કાર્યો અંગેની વિકાસગાથા જન જન સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ યોજાઇ રહ્યો છે.
દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની વિકાસ ગાથા અંગે ચર્ચા વિચારણા માટે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ દાહોદ લાઈવના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રાજેન્દ્ર શર્મા સાથે ચર્ચા વિચારણા કરી હતી.
આ મુલાકાત દરમિયાન છેલ્લા ૨૩ વર્ષમાં આરોગ્ય અંગેના વિકાસના અનેક પ્રકલ્પો થકી દાહોદ જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની વણઝાર અંગે વાતચીત કરતા દાહોદ જિલ્લાને મળેલ આરોગ્ય યોજનાઓ અંગેની અનેક અત્યાધુનિક આંતર માળખાકીય સુવિધાઓ અંગેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ દરમ્યાન દાહોદ જિલ્લાને ઝાયડસ હોસ્પિટલ થકી દાહોદવાસીઓને મળતી આધુનિક સેવાઓ, ઇમરજન્સી સેવાઓ માટે ૧૦૮ સર્વિસ અંગે તેમજ ઝાયડસ જેવી મોટી હોસ્પિટલ દાહોદ જેવા જિલ્લાને ફળવાતા દાહોદના યુવાનોને આધ્યુનિક સાધનો થકી મળતા તબીબી અભ્યાસ માટે ખુલેલા નવા દ્વાર થકી આટલા સમયમાં અનેકો યુવાનોએ તબીબ બની પોતાની સફળતા મેળવી છે.
આમ, દાહોદ જિલ્લો કહેવાતા આદિવાસી અને પછાત વિસ્તારમાંથી કેવી રીતે વિકાસના પંથે આગળ વધી રહ્યો છે એની સમીક્ષા કરવામાં આવી હતી