
સિંગવડ તાલુકાના મંડેર ઘાટા તરફ જતા સ્ટેટ હાઈવે રસ્તા ઉપર ટ્રક સાઈડમાં ઉતારવા જતા ફસાઈ…
સીંગવડ તા. ૯
સિંગવડ તાલુકાના મલેકપુર ચોકડી પાસે થઈને સ્ટેટ હાઇવે ના મંડેર ઘાટા તરફ જતા રસ્તા ઉપર બંને સાઈડ ઉપર કેબલ પ્રાઇવેટ કંપની દ્વારા ખાડા ખોદીને તેમાં કેબલો નાખ્યા પછી બરોબર પૂરણ નહીં કરાતા તે ખાડાઓમાં પાણી પડવાના લીધે તે રસ્તાની બંને સાઈડમાં માટીઓ પુરાઈ જતા ત્યાં ખાડા પડી જવાથી આવતા જતા વાહનચાલકો ખાડાઓમાં પડવા મજબૂર થવું પડે છે જ્યારે ઘણી વખત તો ખાડાઓ મા નહીં પડવાના લીધે એકસીડન્ટ પણ થતા હોય છે જ્યારે આજ રોજ આ રેતીની ગાડી ત્યાંથી જતી હતી તે સમયે તે રસ્તાની સાઈડમાં ઉતારવા જતા આ પ્રાઇવેટ કેબલ નાખવા માટે ખોદેલા ખાડાઓમાં આ રેતીના ટ્રકના ટાયર પડતા તે ટ્રક ફસાઈ ગઈ હતી જ્યારે ટ્રક ફસાતા ની સાથે ટ્રક પલટી મારતા બચી હતી ત્યારે તેમાં બેઠેલા ડ્રાઇવર તથા કંડકટરનો આબાદ બચાવ થયો હતો જ્યારે આ કેબલ નાખવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવે છે તેને બરોબર પૂરણ નહીં કરાતા તેનો ભોગ રસ્તે ચાલતા રાહદારીઓ કા પછી વાહન ચાલકો ને બનવું પડતું હોય છે જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા જે તે કંપનીના કેબલો માટે ખાડા ખોદવામાં આવ્યા છે તે કોન્ટ્રાક્ટરો દ્વારા બરોબર પુરણ કરવામાં આવે તો આવા એક્સિડનો થતા અટકી શકે તેમ છે જ્યારે આ કોન્ટ્રાક્ટરો દ્વારા કેબલ નાખવા માટે જે ખાડા ખોદવામાં આવે છે તેને પુરણ કરવામાં વેઠ ઉતારીને પૂરું કરવામાં આવતું હોય છે જેના લીધે લોકોને હાલાકી ઉઠાવી પડતી હોય છે જ્યારે આ કેબલો માટે જે ખાડા ખોદવામાં આવે છે એને ઘણા સમય સુધી પુરવામાં પણ નથી આવતા તેના લીધે પણ ઘણા એક્સિડનો થતા હોય છે.