
રાજેશ વસાવે :- દાહોદ
અહો આશ્ચર્યમ.. દાહોદ શહેરના અડધા વિસ્તારમાં ધોધમાર વરસાદ,અડધો વિસ્તાર કોરૂધોકાર…
નવરાત્રી દરમિયાન વરસાદની અગાહી સાચી પડી:ખેલૈયાઓ
સહિત ગરબા આયોજકો ચિંતામાં..
દાહોદ તા. 07
દાહોદ શહેરમાં નવરાત્રી દરમિયાન આકાશમાં કાળાડીબાંગ વાદળોની ફોજ ઉમટતા ગરબા રસિકો તેમજ આયોજકોમાં ચિંતાની લકીરો જોવા મળી હતી તે દરમિયાન ઢળતી સાંજે શહેરના અડધા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદ શરૂ થયો હતો જ્યારે શહેરના અન્ય વિસ્તારો કોરાધોકાર જોવા મળતા શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા હતા.જોકે દાહોદમાં ગરમી ના બફારા સાથે શહેરના આકાશમાં વાદળોએ જમાવટ કરતા રાત્રિના સમયે વરસાદ વરસવાની અટકળો વચ્ચે વરસાદનો વિઘ્ન પાંચમું નોરતું બગાડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાતમાં નોરતા દરમિયાન વરસાદ વરસવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી.જોકે નવરાત્રી દરમિયાન દિવસ પર ગરમી અને વહેલી સવારે ઠંડકની સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળતા ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી હોય તેમ લાગી રહ્યો હતો પરંતુ આજરોજ પાંચમા નોરતે વહેલી સવારથી જ આકરી ગરમી અને ઉકળાટ વચ્ચે ડરતી સાંજે વાદળોએ દાહોદના આકાશમાં જમાવટ કરતા પાંચમા નોરતે વરસાદી બીજના આવશે તેવી અટકળો વચ્ચે ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ ચિંતિત જોવા મળ્યા હતા પરંતુ સાંજના સમયે દાહોદ શહેરના નગરપાલિકા ચોક, એમ.જી.રોડ દોલતગંજ બજાર,હનુમાન બજાર, પડાવ, ગારખાયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. અને થોડીક જ વારમાં ઠંડકનો વાતાવરણ જોવા મળ્યો હતો. પરંતુ દાહોદ શહેરના બીજા વિસ્તાર કહેવાતા, સ્ટેશન રોડ ગોદી રોડ ચાકાલિયા રોડ સહિતના વિસ્તારો કોરુધોકાર જોવા મળતા શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા હતા પરંતુ દાહોદ શહેરમાં કાળા ડિબાગ વાદળો ઘેરાતા રાત્રિના સમયે ચાલુ નોરતે વરસાદી વિઘ્ન આવશે તેવા અણસાર જોવાઈ રહ્યા છે