
દાહોદ ખાણ ખનીજ વિભાગે વાસીયા ડુંગરી પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલા બે ટ્રેકટર પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દાહોદ તા. ૭
બારીયાની પાનમ નદીમાંથી તેમજ ધાનપુર વિસ્તારમાં આવેલ નદીઓમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે રેતી વહન કરવામાં આવતી હોય છે જે રેતી મધ્યપ્રદેશ તેમજ ગુજરાત ભર માં સપ્લાય કરવામાં આવતી હોય છે તારીખ ૭ નાં દાહોદ ખાણ ખનીજ વિભાગે વાસિયા ડુંગરી ખાતેથી ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર રેતી ભરેલા બે ટ્રેક્ટર ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા ખાણ ખનીજ વિભાગને બાતમી મળી હતી કે વાસિયા ડુંગરી ચોકડી પાસે ગેરકાયદેસર રીતે રેતી મોટા વાહનો તેમજ ટેક્ટરોમાં ભરીને વિવિધ જગ્યાએ સપ્લાય કરવામાં આવી રહી છે જેને લઇને દાહોદ ખાણ ખનીજ વિભાગની ટીમ ના આકસ્મિક ચેકિંગ દરમિયાન ધાનપુરના વાસિયા ડુંગરી પાસેથી બે ટ્રેક્ટર માં બિનઅધિકૃત રીતે સાદી રેતી ભરીને જતા નજરે પડયા હતા જેને ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી લઈ જતા ઝડપી પાડ્યા હતા જે ટ્રેકટરને ગરબાડા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને દાહોદ ખાણ ખનીજ વિભાગની ટીમે બંને ટ્રેક્ટર માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકામાં ધાનપુર તેમજ છોટાઉદેપુર માંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં રેતી નો જથ્થો ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવે છે અને સરકારની તિજોરી ને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવે છે