
ધાનપુર તાલુકાના ભોરવા ગામ ખાતે દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
દાહોદ તા. ૫
ધાનપુર તાલુકાના બોરવા ગામ ખાતે બચુભાઈ ખાબડને અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનાઓ નો લાભ નાગરિકો ને મળી રહે તે હેતુથી ધાનપુર તાલુકાની ઉચવાસ ફળિયા વગૅ પ્રાથમિક શાળા આજે તારીખ 05/10/2024 ના રોજ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું . જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.બી.પી.રમન સાહેબ ની સૂચના અનુસાર આ કાર્યક્રમમાં , મેડિકલ ઓફિસર તેમજ RBSK નોડલ લેપ્રસી ,ટી.બી.સુપરવાઈઝર, તેમજ સિકલસેલ કાઉન્સેલર, તેમજ FHS,FHW,CHO,MPHW હાજર રહી એચઆઈવી/ એડ્સ,લેપ્રસી અને ટીબી, તેમજ સિકલસેલ તેમજ PMJAY, હેલ્થ વેલનેશ કાડૅ, દિવ્યાંગતા પ્રમાણપત્ર,નમો યોજના અંતર્ગત અલગ અલગ વિષયો ઉપર ડૉ.સત્યેન દ્વારા આરોગ્ય સુવિધાઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડેલ.અને પત્રિકાઓ ની વહેચણી કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં ગામલોકો તથા આજુબાજુ ની જનતા એ લાભ લીધો હતો.