સિંગવડમાં ગાંધી જયંતી નિમિત્તે ગ્રામસભા યોજાઈ..
સિંગવડ ગ્રામ પંચાયત ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના અવસરે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
સીંગવડ તા. ૨
સિંગવડ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું તેમાં અધ્યક્ષ સ્થાને સરપંચ લખીબેન વહુનીયા તથા જિલ્લા બાળ સુરક્ષા જિલ્લામાંથી આવેલા અધિકારી આઈસીડીએસ અધિકારી તલાટી કમ મંત્રી પંચાયતના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બીજી ઓક્ટોબર ગાંધી જયંતીને સ્વચ્છતા ના ભાગરૂપે મનાવવામાં આવે છે જ્યારે સરકાર દ્વારા બીજી ઓક્ટોબરની રોજ દરેક ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા યોજવામાં આવતા હોય જ્યારે સિંગવડ તલાટી કમ મંત્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામ કરવા મનરેગા શાખામાંથી મળતા કામોની વિસ્તૃત માહિતી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરેક પોતપોતાના ઘરોમાં પાણીનો ભરાવો થયો તો હોય તેને નિકાલ કરવા માટે જોર મુકવામાં આવ્યું હતું જ્યારે આ પાણી ભરાઈ રહેવાથી ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થતા હોય છે તેના લીધે રોગચાળો ફેલાતો હોય છે માટે આ પાણીનો ભરાવો નહીં થતો હોય તેને ધ્યાનમાં રાખવું જ્યારે સિંગવડ બજારમાં પરમાર સાહેબની ગળી તથા નીચવાશ અંબે માતાના મંદિર પાસે જે ઘરોનું ગંદુ પાણી નીકળે છે તેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેના માટે તલાટી કમ મંત્રી દ્વારા તેમને નોટિસ આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું જ્યારે નળ યોજનામાં ગામમાં પાણીની પાઇપો તૂટેલી હાલતમાં હોય તેને રિપેર કરવા માટે પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જ્યારે હરિજન ફળિયામાં જે ટાંકી બનાવવામાં આવી છે તે ટાંકીમાં પાણી પુરવઠા દ્વારા પાંચની મોટર નાખવા મા આવે તો તેમને પાણી મળી રહે તેમ છે માટે તેમાં પાંચની મોટર નાખવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી જિલ્લામાંથી આવેલા અધિકારી દ્વારા સ્વચ્છતા તથા વ્યસન મુક્ત માટેની શપથ લેવડાવવામાં આવ્યા હતા ત્યાર પછી ગ્રામ પંચાયતની સભા પૂર્ણ કરવામાં આવી હતી.