કલ્પેશ શાહ. પ્રતિનિધિ સિંગવડ. સિંગવડ તાલુકા પંચાયત સિંગવડ ખાતે તાલુકાના ટીબી ચેમ્પિયન ને તાલીમ આપવામાં આવી
દાહોદ તા. ૧૯
આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ટીબીથી સંપૂર્ણ સ્વસ્થ થયેલા દર્દીઓને ટીબી ચેમ્પિયનની તાલીમ આપવામા આવી અને સમુદાય માં પોતાના અનુભવ રજૂ કરીને જાગૃતતા લાવવા માટે મહત્વની કડી બને તે હેતુ થી તાલીમ આપવામા આવી અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ને સાર્થક કરવા માટે ટીબી થી સાજા થયેલ દર્દીઓ ને તાલીમ આપવામાં આવી તાલુકાના ટીબી થી સાજા થયેલ દર્દીઓ એવા મુનાવાણી ગામના સરપંચ પીન્ટુ ભાઇ બારીયા એ પોતે ટીબી ચેમ્પિયન છે અને તેમને પોતાનો અનુભવ બધાને જણાવી ને સમાજ માં જે અંધશ્રદ્ધા થી પીડિત છે અને સમાજ નો દરેક વર્ગ જે કંઈ પણ થાય તે માટે નજીકના સરકારી દવાખાને જાય એવુ આહવાન કરવામાં આવ્યું અને કઈ પણ થાય તો દવાખાને જવું આજની ટીબી
ચેમ્પિયન ની તાલીમ જીલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારી ડૉ એ . આર. ચૌહાણ જીલ્લા SBCC કો ઓડીનેટર દિપક પંચાલ,તાલુકા સુપરવાઈઝર એલ. સી પ્રજાપતિ, તાલુકા નોડલ કૃષ્ણકાંત સોલંકી, તાલુકા ટીબી સુપરવાઈઝર અને તાલુકા લેવલ નો હેલ્થ સ્ટાફઅને દર્દીઓ હાજર રહ્યા હતા