રાહુલ ગારી :- ગરબાડા
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા માગ:
ગરબાડા તાલુકામાં વર્ષ 2018માં થયેલા સર્વે મુજબ મંજૂર થયેલા લાભાર્થીઓને લાભ આપવા સરપંચોની TDO ને રજૂઆત..
ગરબાડા તા. ૧૯
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જીલ્લો છે, જેમા ગ્રામ્ય વિસ્તારમાં લોકો કાચી માટીના ઘરો બનાવીને વસવાટ કરતા હોય છે, જેને લઈને આવા ગરીબ લોકોને પાકુ મકાન બનાવી શકે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામા આવી હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારના સર્વે કરીને લાભાર્થીઓ હાલમાં જે મકાન મા રહે છે એ મકાન એમનું છે કે ની આ લાભાર્થી ને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મળેલ છે તે તપાસકર્યા વગર જે આવાસો રદ કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી તેને લઈને ગરબાડા ના વિવિધ વિસ્તારના સરપંચો દ્વારા આવાસ માટે મંજૂર થયેલા લાભાર્થીઓને તેઓનું આવાસ ફાંળવવવા બાબતે તાલુકા વિકાસ અધિકારી સાથે રજૂઆત સાથે વાર્તાલાપ કર્યો હતો ઉલ્લેખનીય છે કે સરકારે વર્ષ 2018 માં પ્રધાનમંત્રી આવાસ પોર્ટલના માધ્યમથી ગામે ગામ સર્વે કરી કાચા મકાનોના ફોટા પાડીને અપલોડ કરવામા આવ્યા હતા, જે લાભાર્થીઓને સરકાર દ્વારા તબક્કા વાર આવાસની સહાયની રકમ ચુકવી રહી છે, પરંતુ હવે સરકાર દ્વારા મંજુર થયેલા લાભાર્થીઓના હાલમાં જે પોતાના કે બીજાના પાકા કે મકાનમાં રહેતા હોય તેના ફોટા પાડીને ફરીથી લાભાર્થીઓનું વેરીફીકેશન કરી લાભાર્થીઓને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નહિ મળે તે પ્રકારની કામગીરી કરી લાભાર્થીઓનો હક છીનવવાની પ્રયાસ કરવામા આવતા ગરબાડા તાલુકાના વિવિધ ગામના સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મંજુર થયેલી યાદી મુજબના લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.