રાજેશ વસાવે :- દાહોદ
નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યાહન ભોજન ખુબ જ નબળી ગુણવત્તાવાળું પીરસવામાં આવતું હોવાની વાલીઓ અને સજાગ નાગરિકોની વારંવાર ફરિયાદો
*નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યાહન ભોજન ખુબ જ નબળી ગુણવત્તાવાળું પીરસવામાં આવતું હોવાની વાલીઓ અને સજાગ નાગરિકોની વારંવાર ફરિયાદો આવતા હોવાને પગલે સઘન તપાસ કરી….
દેશના ભવિષ્ય એવા નાના નાના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર ઈસમો સામે કડકમાં કડક પગલાં લેવા બાબતે સમસ્ત આદિવાસી સમાજે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી*
નવસારી તા. ૧૬
સરકારી શાળાઓમાં ભણતા દેશના ભવિષ્ય એવા બાળકો કે જેઓ મોટાભાગે ગરીબ,મધ્યમ અને મજુર વર્ગના હોય છે,તેઓનામાં કુપોષણ અટકાવવા અત્યારસુધી અનેક સરકારોએ પ્રયત્નશીલ રહી મધ્યાહન ભોજનની યોજના શરુ કરેલ અને સરકારની આવી વિવિધ કલ્યાણકરી યોજનાઓના પ્રતાપે સરકારી શાળામાં ભણનારા અનેક બાળકો આજે ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચ્યા છે.આ બાબતે મીડિયા સાથે વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે અમે સરકારી શાળામાં ભણતા તે સમયે સ્થાનિક મહિલાઓ તાજું તાજું સ્વાદિષ્ટ જમવાનું બનાવીને બાળકોને જમાડતી હતી.એવા બાળપણની એક અલગ જ મજા હતી.પરંતુ હાલમાં દરેક જિલ્લાઓમાં આપવામાં આવતું ભોજન એક જ જગ્યાએ અને વ્યાપારીકરણથી બનાવવામાં આવતું હોય તેમજ વહેલી સવારે મળસકે બનતું હોય છે અને ટેમ્પોમાં છેક બપોરે પહોંચે ત્યાંસુધીમાં ભોજન બગડી જતું હોય છે.અને અતિશય નબળી ગુણવતાવાળું હોવાથી વખતોવખત ઈયળ નીકળવાના કિસ્સાઓ બનતા હોય છે.જે બાબતે છેલ્લા ઘણા સમયથી અમારા જેવા આગેવાનો સમક્ષ વાલીઓ-બાળકો અને જાગૃત નાગરિકો રજુઆત કરી પોતાની વ્યથા વ્યક્ત કરતા હોય છે.હાલમાં જ ખેરગામની એક પ્રાથમિક શાળામાં ભોજનમાંથી ઈયળ નીકળતા એ બાબતે ફરિયાદ થઇ છે અને સોશિયલ મીડિયામાં લોકોએ આવી ભ્રસ્ટ મધ્યાહન ભોજન નીતિ સામે આક્રોશ અને અકળામણ વ્યક્ત કરી છે.છેલ્લા અનેક સમયથી આ બાબત સામાન્ય લોકોમાં ભારે અજંપો જન્માવનાર બની રહેલ છે.અગાઉ જે તે વિસ્તારની સ્થાનિક મહિલાઓ ખુબ જ લાગણી અને કાળજીથી સારી ગુણવતાવાળું ભોજન બનાવતી આવેલ હોય ફરીથી મધ્યસ્થ મધ્યાહન ભોજનનો કોન્સ્પેટ રદ કરી,જે તે વિસ્તારની સ્થાનિક વ્યક્તિને જ તક આપવામાં આવે તો દેશના ભવિષ્ય એવા બાળકોને સારી ગુણવતાવાળો ખોરાક મળશે તેમજ સ્થાનિક વ્યક્તિઓને રોજગારીની તકો મળશે અને ભ્રસ્ટાચાર ઓછો થશે.હાલમાં મીડિયાના માધ્યમથી જાણવા મળેલ માહિતી અનુસાર આપશ્રીની સરકારે સવારનો નાસ્તો પણ બંધ કરાવેલ છે તો એ સુવિધા પણ પુનઃસ્થાપિત કરાવશો એવી આપશ્રીને નમ્ર અપીલ.આપશ્રી આ બાબતને ગંભીરતાથી નહિ લેશો તો વાસી અને બિનઆરોગ્યપ્રદ ભોજનના લીધે જો કોઈ મોટી અનહોની બની તો આ બાબતે ભવિષ્યમાં ઉગ્ર જનઆંદોલનો થશે તેવી અમને તમામને ભીતિ વર્તાય રહી છે.તો આ બાબતને ગંભીરતાથી લઇ આખા રાજ્યમાં યોગ્ય કાર્યવાહી કરશો એવી અમારી તમામ આગેવાનોની માંગ છે.જો આ બાબતે ભવિષ્યમાં નિર્ધારિત સમયમાં જો યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવે તો પ્રજાના હિતમાં જનઆંદોલન કરવું પડશે તેની નોંધ લેશો.આશા રાખ્યે છીએ કે લાખો ગરીબ,મધ્યમવર્ગના બાળકોના હિતમાં પ્રજાવત્સલ નિર્ણય લેશો.