Friday, 04/10/2024
Dark Mode

*ફતેપુરા તાલુકાના સુખસરના જય અંબે પદયાત્રા સંઘ દ્વારા અંબાજી ખાતે 52 ગજની ધજા ચઢાવાઈ*

September 16, 2024
        1142
*ફતેપુરા તાલુકાના સુખસરના જય અંબે પદયાત્રા સંઘ દ્વારા અંબાજી ખાતે 52 ગજની ધજા ચઢાવાઈ*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના સુખસરના જય અંબે પદયાત્રા સંઘ દ્વારા અંબાજી ખાતે 52 ગજની ધજા ચઢાવાઈ*

*જય અંબે પદયાત્રા સુખસરનો સંઘ 1996 થી શરૂ થયેલ હાલ 26 વર્ષ પૂર્ણ કર્યા*

સુખસર,તા.16

*ફતેપુરા તાલુકાના સુખસરના જય અંબે પદયાત્રા સંઘ દ્વારા અંબાજી ખાતે 52 ગજની ધજા ચઢાવાઈ*

  હિન્દુ ધર્મ ભારતીય ઉપ મહાદ્વીપ માંથી ઉદભવેલો ધર્મ છે.આ ધર્મને તેના અનુયોયી સનાતન ધર્મ તરીકે પણ ઓળખે છે.હિન્દુ ધર્મ અર્વાચીન યુગમાં પળાતા ધર્મમાં સૌથી પ્રાચીન ધર્મ છે.અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે.વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમૂહનો સ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી.92 કરોડ અનુયાયી સાથે હિન્દુ ધર્મ,ખ્રિસ્તી અને ઇસ્લામ પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. અને હિન્દુ ધર્મના લોકો અનેક દેશોમાં વસવાટ કરે છે.અને અલગ અલગ પંથ દ્વારા માન્યતા રાખી દેવી-દેવતાઓમાં શ્રદ્ધા અને આસ્થા રાખી તહેવારોની ઉજવણી કરતા હોય છે.તેવી જ રીતે ભાદરવી પૂનમનું પણ અનેરુ મહત્વ છે.અને ભાદરવી પૂનમે હજારો લોકો માં અંબાના દર્શનાર્થે પગપાળા જવાની પરંપરા વર્ષોથી ચાલી આવેલી છે.

           હિન્દુ ધર્મમાં અનેક તહેવારો સ્થાન ધરાવે છે.જેમાં ભાદરવી પૂનમનું પણ અનેરૂ મહત્વ છે.જેમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાંથી પણ અનેક લોકો અંબાજીના દર્શને પગપાળા જવાની વર્ષોથી પરંપરા ચાલી આવેલ છે.અને અનેક સંઘો 

પગપાળા અંબાજી દર્શનાર્થે જાય છે. જેમાં વર્ષ 1996થી જય અંબે પદયાત્રા સંઘ સુખસર પગપાળા સંઘ જઈ રહ્યો છે.જેના ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ થયા છે.આ સંઘ 7 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરના બે કલાકથી સુખસર ગામેથી પ્રસ્થાન થઈ અંબાજી જવા રવાના થયો હતો.જો કે આ સંઘ દાહોદ જિલ્લાના પ્રથમ સંઘ તરીકે ગણાય છે.અને અગિયારસના દિવસે 52 ગજની ધજા માં અંબાના સાનિધ્યમાં અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હોવાનું જાણવા મળે છે.આમ જય અંબે પદયાત્રા સંઘ સુખસર દ્વારા દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી ખાતે શ્રદ્ધાળુ ભક્તો દ્વારા માં અંબાના દર્શનાર્થે પગપાળા જઈ દર્શન કરવામાં આવતા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!