Friday, 04/10/2024
Dark Mode

પંથકના સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો, કાળી ડેમ તેમજ ભેસાસિંગી ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.. દાહોદ જિલ્લામાં મેહુલિયો દે ધનાધન,નદીઓ ગાંડીતુર,તળાવો છલકાયા,

August 25, 2024
        1875
પંથકના સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો, કાળી ડેમ તેમજ ભેસાસિંગી ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું..  દાહોદ જિલ્લામાં મેહુલિયો દે ધનાધન,નદીઓ ગાંડીતુર,તળાવો છલકાયા,

રાજેશ વસાવે :- દાહોદ 

પંથકના સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો, કાળી ડેમ તેમજ ભેસાસિંગી ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું..

દાહોદ જિલ્લામાં મેહુલિયો દે ધનાધન,નદીઓ ગાંડીતુર,તળાવો છલકાયા,

પાણીના પ્રવાહમાં ઈકો ગાડી તણાઈ ચારનો બચાવ, કોઝ વે ધોવાયા, મકાનની દિવાલ ધરાસાયી 

દાહોદ તા. 25

પંથકના સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો, કાળી ડેમ તેમજ ભેસાસિંગી ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.. દાહોદ જિલ્લામાં મેહુલિયો દે ધનાધન,નદીઓ ગાંડીતુર,તળાવો છલકાયા,

દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસાએ જમાવટ કરતા સમગ્ર પંથકમાં સાવત્રિક વરસાદ થતાં જિલ્લાના તમામ નદી,નાળાઓમાં ભારે પાણીની આવક થતા છલકાયા હતા. તો જિલ્લામાં પડી રહેલા વરસાદથી જિલ્લાના સાત પૈકી ચાર ડેમો તેમની મહત્તમ સપાટી વટાવતા ઓવરફ્લો થયા હતા. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા.એટલું જ નહીં નદી નાળાઓમાં પાણીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા પાણીના તીવ્ર વહેણમાં કોઝવે પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. જે કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડુલ થતાં એમજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે વીજ સપ્લાય ચાલુ કરવા માટે વરસતા વરસાદમાં કામગીરી હાથ ધરી હતી. શહેરની ઐતિહાસિક દૂધીમતી નદીમાં ધસમસતા પ્રવાહમાં નદીનું નાનુ પુલ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો. છાપ તળાવ પણ ઓવરફ્લો થવા પામ્યો હતો. વીતેલા 24 કલાકમાં સૌથી વધુ ગરબાડામાં છ ઇંચ, દાહોદમાં પાંચ ઇંચ, તેમજ લીમખેડામાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો, સાથે સાથે ફતેપુરા માં સવા બે ઇંચ,ઝાલોદમાં બેં ઇંચ, ધાનપુરમાં સવા ત્રણ ઇંચ, દેવગઢબારિયા માં સવા ત્રણ ઇંચ, સંજેલીમાં એક ઇંચ તેમજ સિંગવડમાં બે ઇંચ વરસાદ વરસતા લીમખેડા ની હડફ નદી, દેવગઢ બારીયાની પાનમ, સીંગવડની કબૂતરી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

*દાહોદ જિલ્લાના સાત પૈકી 4 ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામો હાઈ એલર્ટ પર મુકાયા.*

પંથકના સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો, કાળી ડેમ તેમજ ભેસાસિંગી ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.. દાહોદ જિલ્લામાં મેહુલિયો દે ધનાધન,નદીઓ ગાંડીતુર,તળાવો છલકાયા,

 પંથકમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે નદી નાળા ઉફાન પર આવતા જિલ્લાના સાતેય ડેમોમાં પાણીના નવા નીર આવતા ઝાલોદનો માછલાળા ડેમ, ઉમરીયા ડેમ, કાળી -2 ડેમ, તેમજ કબુતરી ડેમ તેની મહત્તમ સપાટી વટાવતા ઓવરફ્લો થવા પામ્યો છે. જ્યારે અદલવાડા ડેમમાં 87 ટકા, હડફ ડેમમાં 90 ટકા પાણીની આવક થતા નજીકના સમયમાં બંને ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જ્યારે દાહોદ શહેર તેમજ આસપાસના લોકોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવતા પાટાડુંગરી ડેમમાં સૌથી ઓછું 57ટકા, પાણી સંગ્રહ થતાં ચિંતાનો વિષય બનવા પામેલ છે.

*મુવાલિયા તેમજ છાબ તળાવ ઓવરફ્લો:દુધીમતીના ઘસમસતા પ્રવાહમાં પુલ ડૂબ્યો.*

પંથકના સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો, કાળી ડેમ તેમજ ભેસાસિંગી ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.. દાહોદ જિલ્લામાં મેહુલિયો દે ધનાધન,નદીઓ ગાંડીતુર,તળાવો છલકાયા,

દાહોદ સહિત આસપાસના વિસ્તારમાં 24 કલાકમાં મેહુલિયો મન મૂકીને વરસતા દાહોદનો ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ, તેમજ રાબડાળ સ્થિત મુવાલિયા તળાવ ઓવરફ્લો થતાં વધારાનું પાણી કેસમેન્ટ વિસ્તારમાંથી નીચાણવાળા વિસ્તારમાં આવતા સ્થાનિક લોકો ને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે દાહોદની ઐતિહાસિક ધરોહર દૂધીમતી નદીમાં પાણીની ભારે આવક થતા પડાવ સ્થિત નાનો પુલ પાણીમાં ગરકાવ થતા સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. 

*પિકનિક સ્પોટ ગણાતા ભેંસાસિંગી ધોધ, તેમજ કાલી ડેમ ઓવરફ્લો થયો.* 

પંથકના સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો, કાળી ડેમ તેમજ ભેસાસિંગી ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.. દાહોદ જિલ્લામાં મેહુલિયો દે ધનાધન,નદીઓ ગાંડીતુર,તળાવો છલકાયા,

દાહોદ તાલુકાના રેટિયા સ્થિત પીકનીક તેમજ હરવા ફરવા માટે ઉત્તમ સ્થળ ગણાતા ભેસાસિંગી ધોધ ઘસમસતા પ્રવાહના કારણે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સાથે સાથે કેદારનાથ મંદિર ખાતે સ્થિત કાલીડેમ પણ ઓવર ફ્લો થતાં સહેલાણીઓ રિલ્સ બનાવવા ઉંમટી પડ્યા હતા.

*માતવા ખાતે કોતરમાં પાણીના તીવ્ર પ્રવાહમાં ઈકો કાર તણાઈ.*

.પંથકના સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો, કાળી ડેમ તેમજ ભેસાસિંગી ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.. દાહોદ જિલ્લામાં મેહુલિયો દે ધનાધન,નદીઓ ગાંડીતુર,તળાવો છલકાયા,

ગરબાડા તાલુકામાં ધોધમાર વરસાદમાં બાવકા થી માતવા જતી વેળાએ રાત્રીના સમયે માતવા ગામના ડામોર પડ્યા પાસે આવેલા નાળા પરથી તીવ્ર ગતિએ વહી પ્રવાહમાં Gj-20-CA-1995 નંબરની ઈકો કાર વહી જતા રાજુ સબુર ડાંગી તેમજ નૈનેશ છગન તડવી રહેવાસી ચિલાકોટા,વિકાસ બાદર પલાસ રહેવાસી માતવા તેમજ રાહુલ કાળું તડવી રહેવાસી મંડાવ ધાનપુર સહીત ચાર લોકો પાણીમાં તણાયા હતા.અને ઈકો ગાડી દૂર સુધી પાણીમાં વહી જવા પામી હતી.આ ઘટનામાં ચારેય લોકોનો આબાદ બચાવ થયો હતો.ઘટના ને પગલે ફાયર ફાઇટરની ટીમ ,ગરબાડા મામલતદાર ટીમ,તાલુકા વિકાસ અધિકારી,જેસાવાડા પોલીસ નો સ્ટાફ રાત્રીના સમયે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ ભારે જહેમત બાદ જેસીબીની મારફતે ઈકો ગાડીને પાણીના વહેણ માંથી બહાર કાઢી હતી.

*નેલસુરમાં વરસાદના કારણે મકાનની દિવાલ ધરાશાયી.* 

પંથકના સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો, કાળી ડેમ તેમજ ભેસાસિંગી ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.. દાહોદ જિલ્લામાં મેહુલિયો દે ધનાધન,નદીઓ ગાંડીતુર,તળાવો છલકાયા,

 ગરબાડા તાલુકાના નેલસુર ગામ ખાતે તળાવ ફળિયામાં રહેતા મેડા ભતુંભાઈ છગનભાઈના મકાનની બપોરના ચાર વાગ્યાના અરસામાં દિવાલ એકા એક ધરાસાઈ થવા પામી હતી. સદનસીબે દીવાલ બહારની સાઈડ ધરાસાઈ થતા કોઈપણ પ્રકારની જાનહાની સર્જાય ન હતી. અકસ્માતની જાણ તલાટી તેમજ સરપંચને કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગળના કાર્યવાહી હાથ ધરી હતી.

*ધાનપુરના વાંકોટા ગામે કોઝવે ધોવાતા વાહન વ્યવહાર તેમજ રાહદારીઓ અટવાયા….*

પંથકના સાત પૈકી ચાર ડેમ ઓવરફ્લો, કાળી ડેમ તેમજ ભેસાસિંગી ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.. દાહોદ જિલ્લામાં મેહુલિયો દે ધનાધન,નદીઓ ગાંડીતુર,તળાવો છલકાયા,

 ધાનપુર તાલુકાના વાંકોટા ગામ ખાતે આવેલ ભાભોર ફળિયા નો કોઝવે ધોવાતા સ્થાનિક લોકો રાહદારિયો તેમજ વાહન ચાલકો અટવાયા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી. જે બાદ મામલતદાર તેમજ તલાટી ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!