બાબુ સોલંકી :- સુખસર
*શ્રી સહજાનંદ કોલેજ સંતરામપુરમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરાઈ*
*વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ 5.5 કરોડ ગુજરાતી બોલનારા લોકોની સાથે ગુજરાતી ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે*
સુખસર,તા.25
24 ઓગસ્ટના રોજ ગુજરાતી ભાષાના આદ્ય કવિ નર્મદની જન્મ જયંતિને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’તરીકે ઉજવણી કરવામાં આવે છે.તેવી જ રીતે ગત રોજ શ્રી સહજાનંદ કોલેજ સંતરામપુર ખાતે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. જયંત પરમાર નું વ્યાખ્યાન યોજાયું હતું.ડૉ જયંત પરમારે સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય ભલે માત્ર 53 વર્ષનું રહ્યું, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. 24 ઓગસ્ટ 1833 માં જન્મેલા આ કવિએ ગુજરાતી ભાષાના લેખનનો પાયો નાખ્યો હતો.ગુજરાતી એ ગુજરાત રાજ્ય તેમજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ભાષા છે.2011ની વસ્તી ગણતરી પ્રમાણે 5.5 કરોડ ગુજરાતી બોલનારા લોકોની સાથે ગુજરાતી ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે.વધતા જતા વૈશ્વિકરણ અને શિક્ષણના વધેલા વ્યાપને કારણે ગુજરાતમાં પણ અંગ્રેજીનું મહત્વ વધ્યું છે.ત્યારે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારવા આજે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓએ ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે.ગુજરાતી ભાષા આ દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાની સુંદરતાને વિશ્વ ફલકમાં ફેલાવવાનો પણ છે.તો આવો સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે આપની માતૃભાષાનું જતન આપણેજ કરીશું એમ જણાવ્યું હતું.અંતે આચાર્ય સંજયભાઈ પારગી નાઓએ પણ મુખ્ય મહેમાન તરીકે આવેલ ડૉ.જયંત પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો.જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.નિમેષ કટારાએ કર્યું હતું.જેમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.