Monday, 09/09/2024
Dark Mode

સંજેલી તાલુકાના પિછોડામાં મહાકાય વૃક્ષ ધરાસાઈ થતાં 66 કેવીની ઝેટકો લાઇનના ત્રણ વાયરો તૂટયા,સદભાગ્યે કોઈ જાનહાની નહીં..

August 25, 2024
        4724
સંજેલી તાલુકાના પિછોડામાં મહાકાય વૃક્ષ ધરાસાઈ થતાં 66 કેવીની ઝેટકો લાઇનના ત્રણ વાયરો તૂટયા,સદભાગ્યે કોઈ જાનહાની નહીં..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી તાલુકાના પિછોડામાં મહાકાય વૃક્ષ ધરાસાઈ થતાં 66 કેવીની ઝેટકો લાઇનના ત્રણ વાયરો તૂટયા,સદભાગ્યે કોઈ જાનહાની નહીં..

વિજ સપ્લાય બંધ થતાં સંજેલી પંથકમાં વીજળી ડૂલ, લાઇન રીપેર કરવા 50 કર્મીઓનો કાફલો ખડકાયો..

દાહોદ તા. 25

સંજેલીથી પાંચ કિમી દૂર આવેલું પીછોડા ગામે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા વાવાઝોડા સાથે વરસાદ વરસતા મહાકાય વૃક્ષ ઘરાસાઈ થતાં 66કેવી ની લાઈનના વાયરો 11kv ઉપર પડતા સંજેલી નગરમાં સવારથી જ વીજળી ડૂલ થતાં લોકોને હાલાકી પડી હતી .ઝેટકો લાઈનના 66kv ના ત્રણ જેટલા કેબલ તૂટી પડતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

સંજેલીથી પાંચ કિમી દૂર આવેલું પીછોડા ગામે રજાયતા ગસલી લાઈન જેમાંથી સંજેલી નગરને 20 પુરવઠો પૂરી પાડતી 11 કેવી લાઈન ઉપરથી 66 કેવી ઝેટકો લાઇન નીકળે છે.જે રાત્રી દરમિયાન પવનના સુસવાટા અને વરસાદ વાવાઝોડાને લીધે મહાકાલ વૃક્ષ ધરાસાઈ થતાં ત્રણ જેટલા ઝેટકો લાઇનના 66 કેવી તાર તૂટી પડ્યા છે.જેને રિપેર કરવા માટે સવારના આઠ કલાકથી એમજીવીસીએલના 50 કર્મચારીઓનો સ્ટાફ ઉતારી દેવામાં આવ્યો છે. જે સાંજ સુધીમાં પૂર્ણ થવા પામ્યું હતું. જોકે વિદ વાયરો તૂટતા ઝેટકો લાઇન રીપેર કરવા માટે સવારના 8:00 વાગ્યેથી 50 જેટલાનો સ્ટાફ મૂકી રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે સવારના સમયે બનેલી ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા એમજીવીસીએલ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!