રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં 15 મી ઓગસ્ટ ને અનુલક્ષીને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ..
રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, કલેકટર,ડી.ડી.ઓ,એસ.પી, નગરપાલિકા અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળેલી તિરંગા યાત્રાએ આકાર્ષણ જમાવ્યું..
દાહોદ તા. 07
દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તેમજ દાહોદવાસીઓમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભાવના વધુ પ્રબળ બને તે માટે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં દાહોદ,ગરબાડાના ધારાસભ્ય, કલેકટર યોગેશ નિર્ગુડે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, નગરપાલિકા અધ્યક્ષ નીરજ ગોપી દેસાઈ તેમજ વહીવટી તંત્ર,પોલીસ તંત્ર તેમજ નગરપાલિકાના પદાઅધિકારીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
સાથે સાથે આ તિરંગા યાત્રામાં એનસીસી તેમજ સ્કાઉટ, શાળાના બાળકો સહીત નગરજનો જોડાયા હતા. આ તિરંગા યાત્રા બસ સ્ટેશન ખાતેથી પ્રસ્થાન થઈ સ્ટેશન રોડ, ભરપોડા સર્કલ,સર્કિટ હાઉસ,તાલુકા પંચાયત કચેરી,માણેકચોક, એસ.વી.પટેલ રોડ,બિરસામુંડા સર્કલ, થઇ સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી સમાપન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે રાજ્યકક્ષાનામંત્રી,કલેકટર એસપી,દ્વારા વાહન ચાલકોને રાષ્ટ્રધ્વજ અર્પણ કરી 15 મી ઓગસ્ટ સુધી દરેકના ઘરે તિરંગો લહેરાય તે માટે અપીલ કરી હતી.