મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી હોળી ચકલા આંગણવાડી ખાતે વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરાઈ.
આંગણવાડી કેન્દ્ર ખાતે એક પેડ મા કે નામ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યા.
આંગણવાડી કેન્દ્ર ખાતે સગર્ભા માતા ધાત્રી માતા તેમજ કિશોરીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
સંજેલી તા. 08
દાહોદ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન અનુસાર સંજેલી icds વિભાગના આંગણવાડી વર્કર બહેનો દ્વારા જૂથો બનાવી વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં સગર્ભા માતા ધાત્રી માતા કિશોરીઓની હાજરીમાં સ્તનપાન સપ્તાહ દિવસની ઉજવણી તેમજ એક પેડ મા કે નામ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સંજેલી હોળી ચકલા આંગણવાડી ખાતે આંગણવાડી વર્કર બહેનોનું જૂથ બનાવી સગર્ભા ધાત્રી અને કિશોરીઓ બહેનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં વર્કર બહેનો દ્વારા માતાઓને સ્તનપાન કરાવવા જાગૃત કરવા માટે દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની દિનની ઉજવણી કરવામાં આવે છે.
અને વર્કર બહેનો દ્વારા સગર્ભા ધાત્રીઓને વિવિધ માહિતી આપવામાં આવી હતી જેમાં બાળક જન્મતાના એક કલાકની અંદર પોતાની માતાનું ધાવણ આપવું તેમ જ છ માસ બાદ ધાવણ સાથે ઉપરી આહાર આપવાની સમજણ આપવામાં આવી સાથે સાથે એક પેડ મા કે નામ પર વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. આ વિશ્વા સ્તનપાન દિવસની ઉજવણી માં અલગ અલગ કેન્દ્રના પાંચ જેટલા આંગણવાડી વર્કરો ભેગા મળી જૂથ બનાવી સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.