
રાહુલ ગારી :- ગરબાડા
પાંચવાડામાં જંગલી સુવરોના ત્રાસથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન .
સુવરોને ભગાડવા ખેડૂતો રાતભર ના ઉજાગરા વેઠવાનો વારો આવ્યો.
ગરબાડા તા. ૭
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગરબાડા પંથકમાં મોટાભાગના ખેડૂતોએ મકાઈની ખેતી કરી છે હાલ તો મકાઈનો પાક બરાબર ઉભો પણ નથી થયો તેવામાં ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે આવેલ ખેતરોમાં જંગલી સુવરોનો ત્રાસ વધ્યો હોવાના કારણે ખેડૂતના ઉભા પાકને આ સુવરો નુકસાન પહોંચાડી રહ્યા છે .ખેડૂતો મોંઘા ભાવના બિયારણ ખાતર લાવી અને મહામહેનતે ખેતી કરતા હોય છે ત્યારે આવા સમયમાં જંગલી સુવરો તેમની મહેનત ઉપર પાણી ફેરવતા હોવાના કારણે આ વિસ્તારના ખેડૂતો ચિંતિત બન્યા છે.ગામના ખેડૂતો પાક બચાવવા રાતના અંધારામાં ખેતરે ખેતરે ફરી સુવરોને ભગાડવા ઉજાગર કરી રહ્યા છે. ખેડુતો દ્વારા વન વિભાગને વિસ્તારમાં રખડતા જંગલી સુવરોને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જેથી કરીને ખેડૂતોને થતું નુકસાન અટકી શકે તેમ છે.