
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના નવાગામ જવાના રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય.
રસ્તા ઉપર મેટલની જગ્યાએ માટીથી લીપાપોથી કરવામાં આવતા પરિસ્થિતિ કફોડી બની….
ગરબાડા તા. 05
ગરબાડાના નવાગામ ફળીયાથી ગુગરડી ગામ તરફ જવાના રસ્તા ઉપર પાછલા ત્રણ મહિનાથી માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.જેમાં હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ ગોકળ ગતિએ કરતા રસ્તા ઉપર કાદવ કીચડની ભરમાર જોવા મળી રહે છે નવાગામ ફળિયાનાં 500 થી 600 વ્યક્તિઓ આવા કાદવ કીચડવાળા રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે.ચોમાસાની મોસમ ચાલુ હોવા છતાં આ કોન્ટ્રાક્ટર દ્વારા મેટલની જગ્યાએ માટી પાથરી લિપાપોથી કરી છે. થોડોક વરસાદ આવતા આ રસ્તા પર પસાર થતાં રાહદારીયો તેમજ ગામ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે..હાલ તો ચાલતા જવું જ મુશ્કેલ બન્યું છે.ત્યારે વાહન કઈ રીતે પસાર કરવું તેની વાત જ નથી આવતી. માર્ગ મકાન વિભાગ દ્વારા આ કાદવ ખીચડ સાફ કરી મેટલ નાખી ચાલવા લાયક યોગ્ય રસ્તો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્રમાંગ ઉઠવા પામી છે.