રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય તેમજ મામલતદારની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ.
બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ રાહુલભાઈ પટેલ તેમજ દાહોદના મામલતદાર ઉપસ્થિત રહ્યા.
ગરબાડા તા. ૩
આજે તારીખ 3 ઓગસ્ટના રોજ ગરબાડા મામલતદાર કચેરી ખાતે ગરબાડા તાલુકા ની સંકલનની બેઠક યોજાઈ હતી જે સંકલનની બેઠકમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દાહોદના મામલતદાર મિશ્રા સાહેબ ગરબાડા મામલતદાર શીલાબેન નાયક તેમજ ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ રાહુલભાઈ પટેલ સાહેબ સંકલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે સંકલનની બેઠકમાં નલ સે જલ યોજના ગરબાડા તાલુકામાં રમત ગમતના મેદાન બાબતે તેમજ તાલુકા સ્વાગતમાં પ્રચાર પ્રસાર કરવા માટે અને રસ્તા ઉપરના બાવળના ઝાડ બાબતે તેમજ આવનાર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી અને 15 મી ઓગસ્ટની ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહલગ્ન વિભાગ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.