Saturday, 18/01/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર થી જવેસી જતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં:વાહન ચાલકો ત્રાહિમામ દિવસે સેકડો વાહનોની અવર-જવર વાળા આશરે 8 કી.મી માર્ગની નવીનીકરણ માટે રાહ કોની જોવાય છે?નો ચર્ચા તો પ્રશ્ન

July 29, 2024
        4708
ફતેપુરા તાલુકાના સુખસર થી જવેસી જતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં:વાહન ચાલકો ત્રાહિમામ  દિવસે સેકડો વાહનોની અવર-જવર વાળા આશરે 8 કી.મી માર્ગની નવીનીકરણ માટે રાહ કોની જોવાય છે?નો ચર્ચા તો પ્રશ્ન

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના સુખસર થી જવેસી જતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં:વાહન ચાલકો ત્રાહિમામ

દિવસે સેકડો વાહનોની અવર-જવર વાળા આશરે 8 કી.મી માર્ગની નવીનીકરણ માટે રાહ કોની જોવાય છે?નો ચર્ચા તો પ્રશ્ન

સુખસરથી વાંકાનેર,પાટડીયા, મારગાળા,જવેસી જતા માર્ગથી પસાર થતાં અનેક સ્થાનિક રાજકીય આગેવાનો તથા નોકરીયાતો!:છતાં દિવા તળે અંધારાની સ્થિતિ કેમ?

સુખસર,તા.29

ફતેપુરા તાલુકાના સુખસર થી જવેસી જતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં:વાહન ચાલકો ત્રાહિમામ દિવસે સેકડો વાહનોની અવર-જવર વાળા આશરે 8 કી.મી માર્ગની નવીનીકરણ માટે રાહ કોની જોવાય છે?નો ચર્ચા તો પ્રશ્ન

સરકાર દ્વારા દર વર્ષે નવીન જાહેર માર્ગો તેમજ રસ્તાઓની રીપેરીંગ કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.ત્યારે બીજી બાજુ કેટલાક જાહેર માર્ગો વર્ષો સુધી બિસ્માર હાલતમાં ફેરવાઈ જવા છતાં તેવા રસ્તા ઓના નવીનીકરણ કામગીરી માટે ધ્યાન આપવામાં આવતું નથી.અને વાહન ચાલકો સહિત મુસાફર જનતા ત્રાહિમામ પોકારવા છતાં સ્થાનિક જાગૃત લોકોની સાથે લાગતા-વળગતા તંત્રો સબ ચલતા હૈ નીતિ અપનાવી આંખ આડા કરતા હોય તેવી સ્થિતિ સુખસરથી મારગાળા થઈ જવેસી જતા માર્ગની પ્રત્યક્ષ હાલત જોતા કાંઈક કહેવા કરતા મૌન ધારણ કરવું ઉચિત જણાય પરંતુ પ્રજાને પડતી મુશ્કેલી દૂર કરવા અને રીઢા તંત્ર સામે પ્રજાનો આવાજ ઉઠાવવા છુટકે મજબૂર પડતુ હોય છે.અને તેવી જ રીતે સુખસરથી જવેસી જતા માર્ગની હાલત વહીવટી તંત્રોની નિષ્ક્રિયતાની ગવાહી પૂરતી હોવાનું સાબિત થઈ રહ્યું છે.

 

જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરથી વાંકાનેર, પાટડીયા,મારગાળા થઈ જવેસી જતા 8 કી.મી નો માર્ગ છેલ્લા બે વર્ષ ઉપરાંત થી ખાડા ટેકરા થી ઢંકાઈ ગયો છે.અને આ રસ્તા ઉપર નીકળતા વાહન ચાલકો ખાડાઓમાં રોડ હોવાનો અહેસાસ કરી રહ્યા છે.તેમજ ઘરેથી ટુ-વ્હીલર જેવું વાહન લઈ આ રસ્તો પાર કરી સાજા નરવા પરત ઘરે આવી શકાશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી.જ્યારે ફોર વ્હીલર જેવા વાહનોમાં મુસાફરી કરતા મુસાફર લોકો જાણે કોઈક શુભ પ્રસંગમાં જઈ રહ્યા હોય અને ગાડીમાં બેઠા બેઠા ડિસ્કો કરતા હોય તેવી સ્થિતીમાં મુસાફરી કરવા મજબૂર બની ચૂક્યા છે. ત્યારે ના છૂટકે કહેવું પડે કે,ભલે જવાબદારો હાઇવે માર્ગો અને નવીન પુલ બાંધકામોમાં કરોડોના ગોટાળા કરો,પરંતુ ગ્રામ્ય વિસ્તારની ભોળી જનતાને આપવામાં આવેલ પ્રાથમિક સુવિધામાં સુવિધાના નામે પરેશાન કરવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે?

         અત્રે નોંધનીય બાબત એ પણ છે કે,સુખસર થી વાંકાનેર,પાટડીયા, મારગાળા,જવેસી જતા માર્ગ ઉપર સ્થાનિક આગેવાનો તથા અનેક નોકરીયાત કહેવાતા જાગૃત લોકો આ રસ્તા ઉપર થી અવર-જવર કરતા હોય છે.તેમ છતાં પોતાને તથા પ્રજાને જે જાહેર માર્ગની પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તેના માટે પ્રયત્નો કરવામાં આવે છે કે કેમ?અને પ્રયત્નો કરવામાં આવતા હોય તો સુવિધામાં સુધારો કેમ થતો નથી?અને સુધારો કરવા લાગતું વળગતું તંત્ર ધ્યાન આપતું ના હોય તો લોકશાહીનો અર્થ શુ?કે પછી પ્રજાને મરેલા મડદા સામાન ગણતરી કરી મુસ્લિમનુ રાજ હોય તો દફનાવી દેવામાં આવે અને હિન્દુનું રાજ આવે તો બાળી મૂકવામાં આવે તેવી નીતિ અપનાવવામાં આવી રહી છે?પ્રજાને સ્થાનિક જાહેર સુવિધા આપો તેવી પ્રજાની માંગ હોય છે.ત્યારે કરવું પડતું,થવું જોઈતું અને મળવું જોઈતું મળવું જોઈએ બાકીનું બધું પ્રજા પોતે સંભાળવા સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!