સિંગવડ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસતા કબુતરી નદી બે કાંઠે વહેતી થઈ..
સીંગવડ તા. ૨૯
સિંગવડ તાલુકામાં ઘણા વિરામ બાદ ગઈકાલે રાત્રિના સમય વરસાદ મન મૂકીને વરસતા કબુતરી નદી બે કાંઠે વહેતી થઈ જ્યારે વધારે પડતા વરસાદ પડવાથી કબૂતરી નદીના પાણી પૂર જોસમાં વહેતા થયા હતા જેના લીધે નદીના ઉપર બનાવેલ પતરા ના રેલિંગ પણ વરસાદી પાણીમાં તૂટીને વહી ગયા હતા જ્યારે આ ચોમાસાની સિઝનમાં પહેલીવાર વરસાદ થયો હતો આ વરસાદ વધારે પડતો પડતા કબૂતરી નદીના કિનારે મુકેલો નારીયલના ગલ્લા પાણીમાં તણાઈ ગયો હતો જ્યારે વધારે પડતો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ખેડૂતોને ડાંગરની રોપણી માટે જે વરસાદની જરૂર હતી તે પૂરો થયો હતો જ્યારે આ કબૂતરી નદીના ઉપર વધારે પડતા પાણી આવી જતા અનુપપુરા કાળિયારાય મંડેર બરોડા માતાના પાલ્લા ઝામરી વડાપીપળા વગેરે ગામોના વાહન વ્યવહાર બંધ થઈ ગયા હતા જ્યારે વરસાદ પણ વધારે પડતા કબૂતરી નદીના ઉપરથી પાણી જતા રણધીપુર પોલીસ દ્વારા રસ્તાને બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે વધારે પડતા વરસાદના લીધે સિંગવડના નીચવાસ બજાર ફળિયામાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા અને નીચવાસમાં લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા