
રાહુલ ગારી :- ગરબાડા
રામકૃપા ઉતર બુનિયાદી આશ્રમશાળા નવાફળિયા ખાતે આરોગ્ય જન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો
કાર્યક્રમમાં ટીબી એચઆઈવી હિપેટાઇટિસ ચાંદીપુરમ રોગ વિશે માહિતી આપવામાં આવી.
ગરબાડા તા. ૧૯
આજે તારીખ 19 જુલાઈના રોજ વાત કરે તો તારીખ 15 થી 28 જુલાઈ દરમિયાન એપેટાઇટિસ દિવસની ઉજવણી કરવાની હોય છે જે અંતર્ગત આજે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટી જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અધિકારી ડોક્ટર આર ડી પહાડિયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એ આર ડાભીના માર્ગદર્શન હેઠળ રામકૃપા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નવા ફળિયા ખાતે આરોગ્ય જનજાગૃતિ
કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરીબુઝર્ગનાં મેડિકલ ઓફિસર ડોક્ટર મને ચૌધરી ડોક્ટર પ્રદીપ નિનામા તેમજ તાલુકા એચઆઇવી કાઉન્સિલર દ્વારા હિપેટાઇટિસ ટી.બી એચ.આઇ.વી ચાંદીપુરમ રોગો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તથા ઉપસ્થિત રહેલા વિદ્યાર્થી અને શિક્ષકોને આરોગ્ય લક્ષી પત્રિકા નો પણ વિતરણ કરવામાં આવ્યું હતું