બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના આદિવાસી ભીલ સમાજ પંચ ફતેપુરા તાલુકાની વરુણ આશ્રમ ખાતે મિટિંગ યોજાઇ
આદિવાસી સમાજના ઘડવામાં આવેલ સમાજના નવીન રિવાજ મુજબ ફતેપુરા તાલુકાના 96 માંથી 30 ગામોમાં 95 ટકા લગ્ન નવા રિવાજ પ્રમાણે થયા હોવાનો પંચનો દાવો
સુખસર,તા.13
ફતેપુરા તાલુકાના આદિવાસી ભીલ સમાજ પંચની મીટીંગ સુખસર વરુણ આશ્રમ ખાતે શ્રી સરદાર સાહેબના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી.જેમાં ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામોમાંથી વડીલો, અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સાથે સંજેલીમાંથી 8 મોરા થી 10 લોકો ઝાલોદ,દાહોદ અને ગરબાડા માંથી પણ અગ્રણીઓ તથા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર પણ હાજર રહ્યા હતા.સૌ પ્રથમ સરદારભાઈ મછારની પ્રમુખ તરીકેની વરણી શૈલેષભાઈ દ્વારા કરવામાં આવી હતી.તેને શામજીભાઈ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યા બાદ ચિંતન મીટીંગની શરૂઆત ગુરુમંત્ર દ્વારા કરવામાં આવી હતી.સૌ પ્રથમ જુદા- જુદા તાલુકાના આગેવાનોએ પોતાના તાલુકામાં કરેલ કામગીરીની મળેલ સફળતા,પડેલ મુશ્કેલીઓ અને આગામી સમયમાં શું આયોજન કરી શકાય?તેની સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં મોરવાથી અમરશીભાઈ, સંજેલી માંથી સબુરભાઈ,ઝાલોદ માંથી વહોનીયાજી,દાહોદ માંથી મકવાણા ભાઈ,ગરબાડા માંથી દિનેશભાઈ ભાભોર,ફતેપુરા માંથી શૈલેષભાઈ, કલુભાઈ,કલજીભાઈ,પ્રવીણભાઈ પારગી અને શંકરભાઈ અમલીયાર દ્વારા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.જેમાં સમગ્ર જિલ્લામાં 1,51,000 ખર્ચ,ત્રણ તોલા સોનુ અને 500 ગ્રામ ચાંદી બંધારણમાં મોરા સંજેલી અને ફતેપુરામાં 95 ટકા લગ્ન થયા હોવાનો પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.ઝાલોદમાં 50 ટકા લગ્ન અને 10 ટકા લગ્ન 51 હજાર ખર્ચમાં કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તથા ફતેપુરા માં 96 માંથી 30 ગામોમાં ડી.જે સદંતર બંધ રહ્યું હતું.આ તમામ બાબતો સમાજ માટે મોટી સફળતા કહેવાય.ત્યારબાદ સરદારસિંહ મછાર દ્વારા સમાજ ઉત્થાન માટે શું કરી શકાય તેની સુંદર માહિતી આપવામાં આવી હતી.ત્યારબાદ ફતેપુરા તાલુકાના સુખસર અને ફતેપુરા બે ઝોનમાં વિભાજીત કરી અને ઝોન સમિતિની રચના કરવામાં આવી હતી.તથા આગામી બે માસમાં દરેક ગામડે-ગામડે અને ફળિયે-ફળિયે મિટીંગ યોજી અને આ બંધારણ શરૂ રાખવું કે ઘટાડવું તેના માટે ગ્રામજનો અને આગેવાનોનો અભિપ્રાય લઈ લગ્ન સિઝન શરૂ થાય તે પહેલા જ પુરા દાહોદ,પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં એક જ બંધારણ બનાવીને લાગુ પડવા માટે નક્કી કરવામાં આવ્યુ હતું.ત્યારબાદ આભાર વિધિ કરી મીટીંગ પૂર્ણ કરવામાં આવી હતી.સમગ્ર ચિંતન શિબિરનું સંચાલન શંકરભાઈ કટારા દ્વારા કરવામાં આવ્યું હતું.