લીમખેડા- મેથાણ એસટી બસ બંધ થઈ જતા મુસાફરોને હાલાકી…
દાહોદ તા. ૧૩
લીમખેડા થી મેથાણ માટે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે એસટી બસ ચાલુ કરવામાં આવી હતી.એ તે થોડા સમય ચાલ્યા પછી બસ બંધ થઈ જતા મુસાફરોને પડતી હલાકી
9મી ઓગસ્ટ 2023 ના રોજ વિશ્વ આદિવાસી દિવસે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તથા સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર વગેરે દ્વારા લીમખેડા થી મેથાણ બસને લીલી ઝંડી આપી ને ચાલુ કરવામાં આવી હતી જે બસ થોડાક સમય માટે ચાલ્યા પછી આ બસ બંધ થઈ જતા મેથાણ થી સિંગવડ તથા લીમખેડા તાલુકાના કામે માટે આવતા અરજદારો તથા સિંગવડ કોલેજ આવતા વિદ્યાર્થીઓને આ બસની સુવિધા સારી ઊભી થઈ હતી પરંતુ આ મેથાણ થી લીમખેડા જતી બસ બંધ થઈ જતા મેથાણ ગામના લોકોને મેથાણ ઘાટી સુધી ચાલતા આવીને પ્રાઇવેટ વાહનનો ઉપયોગ કરવા માટે મજબુર થવું પડે છે જ્યારે સરકાર દ્વારા છેક છેવાડાના માનવી સુધી આવી બસોની સુવિધા ઉભી કરવામાં આવ્યા પછી પાછી બંધ કરી દેતા ત્યાંના લોકોની હાલત કફોડી થાય છે જ્યારે સિંગવડ તાલુકાના મેથાણ ગામમાં અરજદારો પોલીસ સ્ટેશન તથા તાલુકાના કામે આવું પડતું હોય છે જે મેથાણ થી સીધું સિંગવડ આવવા માટે જે બસ ચાલુ કરવામાં આવી હતી તે ઘણી ફાયદાકારક હતી પરંતુ સરકારી તંત્ર દ્વારા આવા ગામડાની બસો પર વધારે ધ્યાન નહીં આપીને આવી બસો બંધ કરી દેતા હોય છે જેના લીધે મુસાફરોને અટવાવવાનો વારો આવ્યો છે. માટે આ મેથાણ બસ માટે સ્થાનિક નેતાઓ તથા એસટી વિભાગના કર્મચારીઓ ધ્યાને આપીને બસને ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જ્યારે એસટી ના અધિકારીઓ સ્થાનિક હોવા છતાં જો ગામડાની પરિસ્થિતિને ના સમજી શકતા હોય અને બસો ચાલુ હોય તે બંધ કરી દેતા હોય તો પછી બીજા અધિકારીઓને શું કહેવું..