બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના પાટી મુકામે આચાર્ય માસિક અભ્યાસ વર્ગ યોજાયો
એકલ વિદ્યાલય હેઠળ મોટા નટવા સંચમાં 30 ગામોનો સમાવેશ થાય છે
સુખસર,તા.29
ફતેપુરા તાલુકાના પાટી ગામે સમાજ ઘર ખાતે આચાર્ય ભાઈ-બહેનોનો માસિક અભ્યાસ વર્ગ તારીખ 29/6/ 2024 ને શનિવારના રોજ સવારના 10 થી સાંજના 5 કલાક દરમિયાન યોજવામાં આવ્યો હતો .એકલ વિદ્યાલય હેઠળ મોટા નટવા સંચમા 30 ગામોનો સમાવેશ થાય છ.આ ગામોમાં સરકારી શાળા સમય બાદ વાલીઓ અને બાળકોના અનુકૂળ સમયે અને સ્થળે એકલ વિદ્યાલય ઉપર બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવામાં આવે છે.કારણ કે કોઈ પણ વ્યક્તિ પરિવાર,સમાજ કે રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો શિક્ષણ ખૂબ જરૂરી છે.પરંતુ શિક્ષણની સાથે જો સંસ્કાર હોય તો સોનામાં સુગંધ ભળે છે.પ્રમાણિકતા,નિષ્ઠા જેવા ગુણો હોવાથી ભ્રષ્ટાચાર જેવા દુષણો દૂર કરી શકાય છે.કહેવાય છે કે જેમ બ્રેક વગરની ગાડી નકામી,મૂર્તિ વગરનું મંદિર નકામું,ડોક્ટર વગરનું દવાખાનુ નું નકામું, બાળકો વગરની શાળા નકામી,વરરાજા વગરનું જાન નકામી એમ સંસ્કાર વગરનો માણસ નકામો બની રહે છે.માણસ ગમે તેટલો શિક્ષિત હશે પરંતુ તેનામાં જો સંસ્કાર ન હોય તો તે પશુ સમાન છે.ભારતના ભાવિ નાગરિકોમાં સંસ્કારનું સિંચન કરતા આચાર્ય ભાઇ-બહેનોના અભ્યાસ વર્ગમાં દાહોદ અચલના શિક્ષા પ્રમુખ મુકેશભાઈ,સંચના પ્રમુખ લાલાભાઇ મહિડા,અધ્યક્ષ શંકરભાઈ કટારા ઉપસ્થિત રહીને જુદા જુદા શત્રોમાં આચાર્ય મિત્રોને ખુબ સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી.