#DahodLive#
માસ અગાઉ લીધેલ તળાવના પાણીનો સેમ્પલ રિપોર્ટ અંગે તંત્રનું ભેદી મૌન: નિર્દોષ જળચર પમાછલીઓના મોતથી જીવ દયા પ્રેમીઓમાં આક્રોશ
દાહોદના ઐતિહાસિક છાપ તળાવમાં બીજી વખત ઢગલાબંધ માછલીઓ મરવાની ઘટના સામે આવતા ખળભળાટ
દાહોદ તા. ૨૯
દાહોદના ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવમાં બે મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત ડગલાબંધ માછલીઓ મરવાની ઘટના સામે આવતા ખળભળાત પછી જવા પામ્યો છે. ચોમાસાનું ઋતુ દરમિયાન એકા એક જળચર માછલીઓની મરવાની ઘટના સામે આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે બીજી તરફ માછલીઓ મરવાની ઘટનાના પગલે તળાવમાંથી તીવ્ર દુર્ગંધ મારતા છાબ તળાવ ખાતે સહેલગાહે આવી રહેલા પર્યટકો ની સંખ્યામાં મહત્તમ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને જે લોકો સાત તળાવ ખાતે આવી રહ્યા છે તેઓ આ તીવ્ર દુર્ગંધથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી માછલીઓ મરવાની ઘટના સામે આવ્યા છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જોકે છાબ તળાવનું મેન્ટેનન્સ કરનાર ભારત વિકાસ ગ્રુપ દ્વારા મરેલી માછલીઓને બહાર કાઢી સાફ-સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
દાહોદ શહેરને કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટી તરીકે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ થી ઐતિહાસિક ધરોહર સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવને સ્માર્ટ સિટી કંપની દ્વારા રીડેવલોપમેન્ટ કરી ફરવા ફરવા તેમજ પિકનિક મનાવવા માટે ઉત્તમ સ્થળ બનાવ્યું છે. તેમાં કોઈ બેમત નથી. પરંતુ જે તે સમયે NGT ની ગાઇડલાઈન પ્રમાણે કલેકટર દ્વારા છાબ તળાવમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. અને જણાવ્યું હતું કે તળાવને દૂષિત કરતા રોકવા માટે મૂર્તિ વિસર્જન પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. પરંતુ મૂર્તિ વિસર્જન પ્રતિબંધ બાદ બે માસ અગાઉ પણ અંદાજે બે થી ત્રણ ટન જેટલી ડગલાબંધ માછલીઓ મરવાની ઘટના સામે આવતા વહીવટી તંત્રની ટીમો દોડી આવી હતી. તેમજ પાણીના નમુના લઇ સેમ્પલ ચકાસણી અર્થે સુરત ખાતે મોકલી લીધા હતા અને અંદાજ લગાવવામાં આવ્યો હતો કે સાફ કરવામાં આ પ્રમાણસર માછલીઓ તેમજ ઓક્સિજન લેવલ ઘટવાના કારણે આ ઘટના બની હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. પરંતુ બે માસ વિતવા છતાં એ આમ છાપ તળાવમાં માછલીઓ મરવાનું કારણ હજી સુધી વહીવટી તંત્ર શોધી શકી નથી. સાથે સાથે સુરત ખાતે ચકાસણી અર્થે ગયેલા સેમ્પલ નું શું રિપોર્ટ આવ્યો તે પણ પ્રજા સમક્ષ સાર્વજનિક કરવામાં આવ્યું નથી. આ તમામ પરિસ્થિતિ વચ્ચે પુનઃ એક વખત ઢગલાબંધ માછલીઓ મરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
*દાહોદના છાબ તળાવમાં ઠલવાતા ગટરના ગંદા પાણીથી માછલીઓના મોતની આશંકા..*
સ્માર્ટ સિટી અંતર્ગત છાપ તળાવને ડેવલોપ કરી દીધો પરંતુ ઐતિહાસિક છાપ તળાવમાં વર્ષોથી એક બે નહીં પરંતુ દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા આઠ જેટલા મોટા નાળાઓ બંધ ન કરાતા ગટરના દૂષિત પાણી છાબ તળાવમાં ઠલવાતા નિર્દોષ માછલીઓ મરી રહી હોવાનું તીવ્ર આશંકા સેવાઈ રહી છે. તંત્રની લાપરવાહીના કારણે નિર્દોષ માછલીઓના મોત છતાં લોકોમાં તંત્ર સામે મારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બબ્બે વાર ઢગલાબંધ માછલીઓ મરવાની ઘટના સામે આવ્યા છતાંય તંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર કામગીરી કે રોડ મેપ બનાવી શક્યા નથી જેનાં પગલે આજે પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે.
*રેલવેમાંથી આવતા મોટા નાળામાં કેમિકલયુકત પાણીથી છાબ તળાવ ગોબરૂ એને માછલીઓનું કબ્રસ્તાન બન્યું.*
દાહોદના વિવિધ વિસ્તારોમાંથી ગટરના નાળા ઐતિહાસિક છાપ તળાવમાં પડી રહ્યા છે. જે પૈકી રેલવે કારખાનામાંથી આવી રહેલો મોટું નાળું પણ છાબ તળાવમાં ઠળવાઈ રહ્યો છે. રેલવે માંથી આવતા નાાળામાં કેમિકલ યુક્ત પાણી આવતા પર્યટન માટે સુંદર ગણાતો ઐતિહાસિક સિદ્ધરાજ છાપ તળાવ હવે માછલીઓ માટે કબ્રસ્તાન બની જવા પામેલ છે.