
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના મોલી ગામમાં પાણીની અછતને લઈ TDO ને લેખિત રજૂઆત.
મોલીમાં નળશે જળ યોજના શોભાના ગાંઠિયા સમાન ગ્રામજનો પાણી માટે પોકાર.
વહેલી તકે તાત્કાલિક મોલીમાં પાણીની વ્યવસ્થા કરી આપવા રજૂઆત.
સંજેલી તા.01
સંજેલી તાલુકાના મોલી પંચાયતમાં આઠ જેટલા ફળિયા આવેલા છે જેમાં 3000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે મોલીમાં નળશે જળ યોજનાનો કામો અધૂરા છોડી દેવામાં આવ્યા છે અને અમુક જગ્યાએ કામ પૂર્ણ કર્યા પણ ત્યાં પાણી આવતું નથી સરકાર કરોડો રૂપિયા ફાળવી ખર્ચો કરીને ઘરે ઘરે સુધી પાણી આપવા માટે આ સરકારી યોજના શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે લે ભાગુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પ્રમાણમાં કામગીરી કરવામાં આવતી નથી અધુરી કામગીરી છોડીને જતા રહેતા હોય છે વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને અધૂરી કામગિરી પૂર્ણ કરવામાં આવે તો આ કાયમ માટે નો પ્રશ્ન હલ થઈ શકે છે હાલ મોટા ભાગના કુવા બોરમાં પાણીના તર બહુ નીચે ઉતરી ગયા છે અને પાણી ન મળવાથી મોલી ગામના પટેલ ફળિયામાં વિસ્તારમાં લોકો પાણી માટે વેલખા મારી રહ્યા છે અને વેચાતું પાણી લેવાનું વારો આવ્યો છે વહેલી તકે પાણીની વ્યવસ્થા કરી આપવા માટે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ. છે.