બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર કૃષિ શાળા ખાતે 21 મી જૂન અંતર્ગત યોગ કાઉન્ટ ડાઉન શિબિર યોજાઈ
યોગ બોર્ડ સો કલાક ટ્રેનિંગ આપીને યોગ શિક્ષક તૈયાર કરવાનું કામ કરે છે
સુખસર,તા.18
ફતેપુરા તાલુકા ની સુખસર કૃષિ શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને દાહોદ જિલ્લા દ્વારા આયોજિત શિબિર યોજાઈ યોગબોર્ડ દર વર્ષે યોગ બોર્ડના ઉર્જાવાન અને પ્રેરણાદાયી ચેરમેન આદરણીય શિશપાલના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં યોગ શિબિરનું આયોજન કરતી હોય છે.જેના ભાગરૂપે દાહોદ જિલ્લાની યોગ શિબિર સુખસર કૃષિ શાળા ખાતે યોજવામાં આવી હતી.જેમાં સુખસર નગર માંથી આજુબાજુના ગામડામાંથી જુદા જુદા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને યોગ શિબિરનો લાભ લીધો હતો.આ યોગ શિબિરમાં દાહોદ જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલીયાર,સ્ટેટ કો-ઓર્ડીનેટર રાજેશભાઈ પંચાલ,ઝોન કો-ઓર્ડીનેટર પિન્કીબેન,જિલ્લા કો-ઓર્ડીનેટર દેવેન્દ્રભાઈ પટેલ,ઓમ શાંતિ ગાયત્રી પરિવાર પોલીસ વિભાગ શિક્ષણ વિભાગ માંથી અધિકારીઓ,યોગ કોચ મિત્રો રાહુલભાઈ,પ્રવીણભાઈ, જયાબેન,નંદાબેન,લાલાભાઇ, ધુળાભાઈ,શંકરભાઈ કટારા તથા યોગ ટેનર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
રાજેશભાઈ પંચાલ અને પિંકી બહેને ઉપસ્થિત ભાઈ-બહેનોને યોગ પ્રોટોકોલ મુજબ પ્રાર્થના,યોગિંગ, જોગિંગ બેઠા-બેઠા,ઉભા-ઉભા છતાં સૂઈને,ઊંધા સુઈને કરવાના આસનોનું પ્રેક્ટીકલ કરાવવામાં આવ્યું હતું.તથા સાથે પ્રાણાયામ અને સૂક્ષવ્યામ કરવામાં આવ્યા હતાં.તથા તેનાથી થતા ફાયદા વિશે ખૂબ સારી માહિતી આપવામાં આવી હતી.સાથે યોગ બોર્ડ શું કાર્ય કરે છે?તેની પણ માહિતી આપવામાં આવી હતી.જેમાં યોગબોર્ડ 100 કલાક ટ્રેનિંગ આપીને યોગ શિક્ષક તૈયાર કરવાનું કામ કરે છે.સાથે 21 જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ વિષે માહિતી આપવામાં આવી હતી.યોગ એટલે શું?યોગ કેમ કરવામાં આવે છે? તેના શું શું ફાયદા છે? તેની ખૂબ સારી રીતે માહિતી આપવામાં આવી હતી.લોકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને યોગ્ય શિબિરનો લાભ લીધો હતો.