બાબુ સોલંકી :- સુખસર
હોમગાર્ડઝ કલ્યાણ નિધિ અંતર્ગત સહાય ચૂકવાઇ.
સુખસર ના હોમગાર્ડ જવાનનું બે વર્ષ અગાઉ આકસ્મિક મોત થયુ હતુ.
ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે જવાનના પરીવારને ચેક અપાયો.
સુખસર,તા.17
ફતેપુરા તાલુકાના સુખસર માં હોમગાર્ડ તરિકે ફરજ બજાવી રહેલા જવાનનું તેમનાં ઘરે આકસ્મીક મોત થયું હતું.જેમાં હોમગર્ડ્સ કલ્યાણ નિધિ અંતર્ગત ફરજ સિવાય સામાન્ય સંજોગમાં અવસાન સહાય અને મરણોત્તર સહાય માં 1.55 લાખની સહાય મંજુર થઈ હતી.અને ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે જવાનના પરીવાર ને ચેક અર્પણ કરાયો હતો.
ફતેપુરા તાલુકાના સાગડાપડા ગામ ના સ્વ.લક્ષ્મણ ભાઈ પારગી સુખસર પોલીસ સ્ટેશનમાં હોમગર્ડ્ઝ તરીકે ફરજ બજાવતા હતા.જેમાં પોતાના ઘરે હતા.ત્યારે આકસ્મીક મોત થયું હતું.જેમાં સરકાર ની નવી યોજના હોમ ગાર્ડ કલ્યાણ નિધિ સહાય મુજબ ફરજ સિવાય સામાન્ય સંજોગમાં અવસાન સહાય અને મરણોત્તર સહાય અંગે ની દરખાસ્ત મંજુર થઈ હતી.અને 1.55 લાખની સહાય મંજુર થઈ હતી.
જે સોમવારના રોજ સુખસર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે વારસદારને સહાયનો ચેક અર્પણ કરાયો હતો.જિલ્લા હોમગરડ કમાન્ડન્ટ સરદાર બારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.