રાજેશ વસાવે :- દાહોદ
જિલ્લા માહિતી કચેરી, દાહોદ ખાતે ફરજ બજાવતા શ્રી મફતભાઈ ભોઈને અપાઈ ભાવભરી વિદાય
સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી મફતભાઇની અધિક્ષક તરીકે બઢતી સાથે બદલી
દાહોદ તા. ૧૨
જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત શ્રી મફતભાઈ ભોઈની અધિક્ષક તરીકે બઢતી સાથે
લુણાવાડા ખાતે નિમણુક થતા જિલ્લા માહિતી કચેરી દાહોદ ખાતેથી માહિતી સ્ટાફ દ્વારા તેઓને
ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
આ અવસરે જોઈન્ટ ડાયરેક્ટરનો ચાર્જ સંભાળતા સંયુક્ત માહિતી નિયામક સુશ્રી પારૂલ મણિયાર દ્વારા શાલ અને ગુલદસ્તા વડે સન્માન કરીને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપવામાં આવી હતી તેમજ કચેરીના તમામ કર્મયોગીઓએ મફતભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે જિલ્લા માહિતી કચેરી દાહોદ ખાતે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવતા શ્રી મફતભાઈએ વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૬ સુધી ગોધરા ખાતે, લુણાવાડા ખાતે ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી સેવા બજાવી હતીવર્ષ ૨૦૨૦ થી જિલ્લા માહિતી કચેરી, દાહોદ ખાતે
પોતાની ફરજ બજાવતા હતા.
વિદાય સમારોહમાં તેમણે પોતાના જિલ્લા માહિતી કચેરી, દાહોદ ખાતે બજાવેલી ફરજના સંસ્મરણો વાગોળ્યા હતા તથા તમામ કર્મયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.