
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસે નઢેલાવ ગામમાં 10% ના લેખે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનાર વ્યાજખોર જેલની સલાખો પાછળ ધકેલાયો.
ગરબાડા તા. ૧૨
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી ભંડારી ના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ તેમજ તાલુકા પોલીસ વ્યાજના ત્રાસને કારણે રાજ્યમાં અનેક લોકો પોતાના જીવનદોરી ટૂંકાવી દીધેલા બનાવોને અટકાવવા માટે ખૂબ જ ગંભીરતાથી વ્યાજ ખોરો સામે સકતમાં સખત કાર્યવાહી કરવા માટે પ્રયત્નશીલ જોવા મળી રહી છે. ત્યારે આજે જેસાવાડા પોલીસ મથકે એક ફરિયાદી આવેલ અને તેઓએ ફરિયાદમાં જણાવેલ કે ફરિયાદીએ એક ઈસમ પાસેથી વ્યાજે રૂપિયા 3,50,000 લીધા હતા જેની સામે તેઓએ 6,25,000 હજાર રૂપિયા ચૂકવી દીધેલ હતા. પરંતુ એ ઈસમ ફરિયાદી પાસે મહિને 10% ના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ત્રણ વર્ષના 30 લાખ રૂપિયા બાકી નીકળતા હોવાનું કહીને તેના પરિવારને ધાક ધમકી આપતો હતો જે બાબતે ફરિયાદીએ જેસાવાડા પોલીસ નો સંપર્ક કરતા આ અંગે જેસાવાડા પોલીસે તપાસ કરતા ફરિયાદી ને લગતા પુરાવા મળે આવતા વ્યાજખોર ઈસમ રમસુભાઈ પરશુભાઈ ભાભોર નઢેલાવ ગામના ને ઝડપી પાડી જેસાવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.