Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢ બારીયા MGVCL કચેરીમા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીને હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યાં..

June 12, 2024
        1505
દેવગઢ બારીયા MGVCL કચેરીમા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીને હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યાં..

દેવગઢ બારીયા MGVCL કચેરીમા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીને હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યાં..

દાહોદ તા. ૧૨

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવેલા MGVCLના કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન હ્રદય રોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારીયા MGVCL કચેરીમા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય નર્વતભાઈ રૂપસિંગ પટેલ લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામના વતની હતા. જેઓ મંગળવારના રોજ કચેરીના અન્ય સ્ટાફ સાથે દેવગઢ બારીયા નગરની વિજ લાઈનનું ચેકીંગ અને રીપેરીંગ કરવાની કામગીરી પુર્ણ કરી ફરીથી સ્ટાફ સાથે વીજ લાઈન પુન: ચાલુ કરવા માટે ગયેલા હતા, નર્વતભાઈ સાથે ગયેલ સ્ટાફનો કર્મચારી લાઈન ચાલુ કરવા માટે ગયેલ હતા અને નર્વતભાઈ ઝાડ નીચે ઉભા હતા, તે સમય દરમિયાન તેમને અચાનક હ્રદય રોગનો હુમલો આવતા તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા, સાથે આવેલા અન્ય કર્મચારીએ ઘટનાની જાણ કચેરીના અન્ય કર્મચારીઓને કરતા કચેરીનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કચેરીની ગાડીમાં સારવાર અર્થે દેવગઢ બારીઆની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામા આવ્યાં હતા. હોસ્પિટલ ખાતે ફરજ ઉપરના તબીબે તપાસ કરી નર્વતભાઈને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવની જાણ તેમના પરીવારજનોને કરતા પરિવારજનો દેવગઢ બારીઆ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા, નર્વતભાઈનુ આકસ્મિક ચાલુ ફરજ દરમિયાન હ્રદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારજનો સહિત સહકર્મીઓમાં ગમગીની છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!