રાજેશ વસાવે :- દાહોદ
વોટર સપ્લાય સમયે એક સાથે પાણીની મોટરો ચાલતા બનેલી ઘટનામાં
દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાં એક જ દિવસમાં બે વાર વીજ વાયરો સળગ્યા.
દાહોદ તા.06
દાહોદ શહેરના ઠક્કર ફળીયા વિસ્તારમાં એક જ દિવસમાં બબ્બે વાર mgvcl ના 11 કેવી લાઈનના વીજ વાયરોમાં આગ લાગતા ઘટના સ્થળે પહોંચેલા મીની ફાયર ફાઈટરે આગ ઓલવી હતી.
હાલ આકરો ઉનાળો શરૂ થતા વીજ માંગ વધવા પામી છે. ઠેર- ઠેર એસી કુલર, પંખા તેમજ યાંત્રિક ઉપકરણો સતત ચાલુ રહેતા એકાએક વીજ માંગ વધતા વીજ કેબલોમાં લોડ આવતા આતરે દિવસે વીજ વાયરોમાં આગ લાગતાં વાયરો સળગવાના બનાવો વધવા પામ્યા છે. ત્યારે આજરોજ ઠક્કર ફળીયા વિસ્તારમાં એક જ દિવસમાં બે વાર વોટર સપ્લાય ટાણે એક સાથે પાણીની મોટરો ચાલતા એકાએક વીજ માંગ વધતા MGVCL ના વીજ વાયરોમાં લોડ વધતા વાયરો સળગી ઊઠ્યા હતા. જેના પગલે સ્થાનીકોએ ફાયર બિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે આવી આગને ઓલવી દીધી હતી. જોકે આ બનાવવામાં કોઈ જાનહાની બનવા પામી નથી. પરંતુ એકાએક પાણીની મોટરો શરૂ થતા બબ્બે વાર વીજ વાયરો સળગી ઉઠતા વીજ સપ્લાય ખોરવાયો હતો સાથે સાથે વોટર સપ્લાયમાં પણ માઠિ અસર પડી છે.