રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
દિવ્યાંગ ડાયરા દક્ષાબેને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી
દાહોદ તા. ૭
ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાના પગલે સરકાર દિવ્યાંગોનો પણ ઉત્સાહ વધારે છે. જેનું ઉદાહરણ જોઈએ તો દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના આરોડા પ્રાથમિક શાળા ખાતે વિકલાંગ ડાયરા દક્ષાબેન બાબુભાઈએ મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.
દાહોદ લોકસભા મતવિસ્તારમાં મતદારો માટે વિશેષ અને આવશ્યક સુવિધાઓ મતદાન કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ અને અશક્ત મતદારો માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેમજ અગવડતા ન પડે તે હેતુથી સહાયક અને રેમ્પની સુવિધાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.