બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર તથા બલૈયા ખાતે પોલીસ તથા આર.પી.એફ જવાનો દ્વારા ફુટ પેટ્રોલિંગ કરાયું
સુખસર,તા.1
વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે પોલીસ ખાતું પણ એક્શનમાં આવી ચૂકયુ છે.તેમજ સંવેદનશીલ બુથ કેન્દ્રો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં રહ્યું છે.તેવી જ રીતે સુખસર તથા બલૈયા ખાતે પોલીસ જવાનો સહિત આર.પી.એફના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.અને વિવિધ બુથ કેન્દ્રો સહિત શહેરી વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે.
આગામી લોકસભાની ચૂંટણી 2024 અન્વયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું મંગળવારના રોજ સુખસર ટાઉન વિસ્તારમાં સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જી.બી. ભરવાડ સહિત આર.પી.એફ.ના જવાનો જ્યારે બુધવારના રોજ બલૈયા ખાતે ફતેપુરા પી.એસ.આઇ જે.બી. તડવી તથા આર.પી.એફ.ના જવાનો દ્વારા ક્રિટિકલ બુથ,બિલ્ડીંગ તથા સંવેદનશીલ ગામો ખાતે પોલીસ સ્ટાફ તથા આર.પી.એફ.ના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે તસ્વીરમાં દ્રષ્ટી ગોચર થાય છે.