
રાહુલ ગારી :- ગરબાડા
તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને TPO ની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત ખાતેથી મતદાન જાગૃતિ અંતર્ગત રેલી યોજાઇ.
ગરબાડા તા. ૨૯
આજે તારીખ 29 એપ્રિલના રોજ સવારના 11:00 કલાકે ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતેથી ગરબાડા તાલુકા પંચાયત વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગઢરીયા સાહેબ અને ગરબાડા મામલતદાર શીલાબેન નાયકની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઇ હતી આ રેલી ગરબાડા ના વિવિધ વિસ્તારોમાં ફરીને આવનાર લોકસભાની ચૂંટણીમાં લોકો પોતાના મતનો ઉપયોગ કરે અને આ લોકશાહીના પરોમાં ભાગ લઈને પોતાનો મત નાખીને લોકશાહીને મજબૂત બનાવે તે અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન ની રેલી યોજાઇ હતી જેમાં બી.એલ.ઓ સુપરવાઇઝર બી.આર.સી પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર ઉત્સવ બારીયા આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહીને આ રેલીમાં જોડાયા હતા.