
રાજેશ વસાવે :- દાહોદ
ફતેપુરામાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા યોજાઇ:
CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને સૌથી વધુ લીડ અપાવી વિજય બનાવવા અપીલ કરી..
દાહોદ તા.20
દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર ને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી.
દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર ને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ જોરશોર થી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે આજે દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ભૂરીબા પાર્ટી પ્લોટ માં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જનસભાને સંબોધિત કરવા માટે આવી પહોંચ્યા હતા, જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી, સાથે દેશમાં ભાજપને ચૂંટણીમાં 400 થી વધુ બેઠકો પર વિજય અપાવવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો, સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ચૂંટણીઓ જ્ઞાતિવાદ અને જાતિવાદ પર લડવામાં આવતી હતી, પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ વિકાસના નામની રાજનીતિ શરૂ કરી છે, ત્યારે આજે વિકાસ અને પર્ફોમન્સ ના નામે ચૂંટણી લડાઈ રહી છે, આદિવાસી વિસ્તારોમા મેડિકલ કોલેજ ખોલીને હજારો આદિવાસી સમાજના યુવાનો ડોક્ટર બન્યા છે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના દસ વર્ષના શાસન દરમિયાન ભારતને વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધાર્યું છે આજે ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા બની છે, સમગ્ર વિશ્વમા ભાજપની શાખ વધી છે, કોંગ્રેસના શાસનમા લડવામાં આવતી હતી, પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ વિકાસના નામની રાજનીતિ શરૂ કરી છે, ત્યારે આજે વિકાસ અને પર્ફોમન્સ ના નામે ચૂંટણી લડાઈ રહી છે, આદિવાસી વિસ્તારોમા મેડિકલ કોલેજ ખોલીને હજારો આદિવાસી સમાજના યુવાનો ડોક્ટર બન્યા છે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના દસ વર્ષના શાસન દરમિયાન ભારતને વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધાર્યું છે આજે ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા બની છે, સમગ્ર વિશ્વમા ભાજપની શાખ વધી છે, કોંગ્રેસના સાશનમા કેટલા કૌભાંડો થયા છે એની ચર્ચાઓ થતી હતી, આજે કેટલા કૌભાંડીઓ જેલમા છે એની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ લોકસભા ચૂંટણીમા 400થી વધુ બેઠકો જીતાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલનના પોસ્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ના ફોટાઓની નીચે દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનો ફોટો લગાવવામા આવ્યો હતો, આ ફોટાને છુપાવવા માટે સફેદ સ્ટીકર મારી દેવાતા કાર્યકર્તાઓમા કુતુહલ સર્જાયુ હતુ, જ્યારે કેટલાક લોકોએ જશવંતસિંહ ભાભોરના વિરોધીઓએ આ સ્ટીકર માર્યુ હોય તેવી ચર્ચાઓ ચાલી હતી, ભાજપના નેતાઓના આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક જશવંતસિંહ ભાભોર ના ફોટા પર મારવામા આવેલ સ્ટીકર કાઢી લેવામા આવ્યા હતા, ત્યારે આ બાબતને લઈને પ્રદેશ ઉપાધ્યાય ગોરધન ઝડફિયાને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, કોઈએ ભુલથી કર્યુ હશે, અથવા તો આ સભાનો ખર્ચ ઉમેદવાર ના ચુંટણી ખર્ચમા ન ગણાય તે માટે ઉમેદવાર ના ફોટા પર સફેદ પોસ્ટર લગાવાયુ હોઈ શકે છે, બાકી બીજુ કોઈ કારણ નથી તેમ જણાવ્યુ હતુ.
ફતેપુરા ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેર ડીંડોર રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્યો મહેશ ભુરીયા, શૈલેષ ભાભોર રમેશ કટારા, મહેન્દ્ર ભાભોર, કનૈયાલાલ કિશોરી, જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.