Tuesday, 03/12/2024
Dark Mode

દાહોદના માણેકચોક કાળાભાઈ પેટ્રોલ પંપ નજીક ટુ વ્હીલર ગાડીમાં આગથી દોડધામ, ફાયર બિગડે આગ ઓલવી

April 8, 2024
        1060
દાહોદના માણેકચોક કાળાભાઈ પેટ્રોલ પંપ નજીક ટુ વ્હીલર ગાડીમાં આગથી દોડધામ, ફાયર બિગડે આગ ઓલવી

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના માણેકચોક કાળાભાઈ પેટ્રોલ પંપ નજીક ટુ વ્હીલર ગાડીમાં આગથી દોડધામ, ફાયર બિગડે આગ ઓલવી

પેટ્રોલ ભરાવ્યા બાદ ટુ વ્હીલર ચાલુ કરવા જતા વાહનમાં આગ લાગી,ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ પણ નિરર્થક સાબિત થયા..

દાહોદ તા.૦૮

દાહોદના માણેકચોક કાળાભાઈ પેટ્રોલ પંપ નજીક ટુ વ્હીલર ગાડીમાં આગથી દોડધામ, ફાયર બિગડે આગ ઓલવી

દાહોદ શહેરના માણેકચોક નજીક આવેલા પેટ્રોલપંપ પર ટુ વ્હીલર ગાડીમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ટુ વ્હીલર ગાડીમાં આગ પેટ્રોલ પંપ નજીક લાગતા પેટ્રોલપંપના સંચાલકોએ આગની લપટોપમાં ઘેરાયેલી ટુ વ્હીલર ને પેટ્રોલ પંપથી દૂર ખસેડી હતી. આ દરમિયાન બનાવના પગલે ઘટના સ્થળે દોડી આવેલા ફાયર બ્રિગેડના લશ્કરોએ આગને ઓલવી દીધી હતી.

 

દાહોદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા માણેકચોક નજીક આવેલા કાળાભાઈ પેટ્રોલ પંપ પર Gj-k-9989 નંબરની બજાજ કંપનીની ડિસ્કવર ટુ વ્હીલર મોટરસાયકલ લઈ નરેશભાઈ મડીયાભાઈ બરાડ પેટ્રોલ ભરવા આવ્યો હતો. જે બાદ પેટ્રોલ ભરાયા બાદ ગાડી સ્ટાર્ટ કરવા જતાં ડિસ્કવર ગાડીની બેટરીમાં સ્પાર્કની સાથે ઓચિંતી આગ ફાટી નીકળી હતી. કોઈક કઈ સમજે તે પહેલા જ આગે વિકરાલ રોડ ધારણ કરતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ આગનો બનાવ પેટ્રોલ પંપ પર બનતા કોઈ મોટી સર્જાય તે પહેલા જ પેટ્રોલ પંપ ના સંચાલકોએ સમય સૂચકતા વાપરી આગની લપટોમાં ઘેરાયેલી બાઈકને પેટ્રોલ પંપથી દૂર ખસેડી દીધી હતી. સાથે સાથે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ના સંસાધનો વડે આ બોલવાના પ્રયાસ કર્યા હતા પરંતુ અગનજ્વાળાઓ એટલી બધી હદે વધી ગઈ હતી કે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ પણ નિરર્થક સાબિત થયા હતા. જોકે આ દરમિયાન સાનીકોએ આગના બનાવની જાણ દાહોદ ફાયર બ્રિગેડને કરતા દાહોદ ફાયર બ્રિગેડના ફાયર ઇન્સ્પેક્ટર દીપેસ જેનના નેતૃત્વમાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આ ગોલવી દીધી હતી. જોકે આગના બનાવમાં સદનસિબે કોઈ જાનહાની બનવા પામી નહોતી. પરંતુ ટુ વ્હીલર ગાડીમાં આગ લગતા વાહન ચાલકને નુકસાન પહોંચવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!