
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસ નું દે ધનાધન..
ઝરી બુઝર્ગના હોળી ફળિયામાંથી 33,120 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત..
ગરબાડા તા. ૨૯
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી ભંડારી દ્વારા દાહોદ જિલ્લા સહિત વિવિધ વિસ્તારોમાં દારૂબંધીને ડામી દેવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે જેને લઈને આજે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રહે બાતમી મળી હતી કે ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામે હોળી ફળિયામાં રહેતા અજીતભાઈ નગુભાઈ સંગોડ તથા બચુભાઈ મનજીભાઈ સંગોડ પોતાના ઘરમાં વિદેશી દારૂનું છૂટકમાં વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા તેઓના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ની 264 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 33,120 નો મુદ્દા માલ મળી આવ્યો હતો પોલીસે વિદેશી દારૂનો જતો જપ્ત કરી બે આરોપી વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી