રાજેશ વસાવે :- દાહોદ
કોઈ નો જય નહિ-કોઈનો પરાજય નહિ” અંતર્ગત જિલ્લા અદાલત દાહોદ ખાતે નેશનલ લોક અદાલત યોજાયું
દાહોદ તા : ૯
દાહોદમાં નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ ચેરમેન, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, દાહોદ અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી સી.કે.ચૌહાણના વરદ હસ્તે જિલ્લા અદાલત દાહોદ ખાતે ભવ્ય નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતી.
વધુમાં આજરોજ નેશનલ લોક અદાલતમાં કુલ મુકેલ કેસો ૨૨૪૯૧ હતા જેમાંથી કુલ ૭૦૪૪ કેસોના નિકાલ કરવામાં આવ્યા હતા. તેમજ રૂ. ૫,૯૦,૯૩,૦૦૧ નો એવોર્ડ કરવામાં આવેલ છે. આમ, નેશનલ લોક અદાલતમાં “કોઈનો જય નહિ અને કોઈનો પરાજય નહિ” આશયને સફળ કરવાના હેતુસર નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું.