
ઝાલોદ-લીમડી વરોડ ટોલ નાકુ પુનઃ વિવાદમાં આવ્યુ.
ટોલ મેનેજર દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યાના આક્ષેપો, આદીવાસી સમાજનાં આગેવાનોએ ધરણા કરી વિરોધ.
ખખડધજ બનેલાં હાઈવેની રજુઆત સમયે આદીવાસી સમાજનાં આગેવાન તેમજ ટોલ ઓથોરિટી વચ્ચે ઘર્ષણ થયો.
સ્થાનિક લોકો પાસેથી ટોલટેકસ લેવાતો હોવાના આક્ષેપો,લોકોમાં રોષ.
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ઝાલોદ -લીમડી ટોલટેકસ પર અવાર નવાર વિવાદોથી ઘેરાયેલો લોકો પુરેપુરો ટોલટેક્સ આપતા હોવા ટેકસ તો વસૂલ કરે પરંતુ સુવિધાઓ પુરતી મળતી ન હોવાથી વાહન ચાલકોમા પણ અવાર નવાર આક્રોશ જોવા મળી રહ્યો છે, જોકે ઝાલોદ અને લીમડી બાયપાસની સ્થિતી દયનીય હાલતમા હોવા છતા રોડ સેફટીની અથવા રીપેરીંગ કામગીરી હાથ ધરવામા ન આવતી હોવાથી હાઈવે પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે.સાથે જ બિસ્માર રોડના કારણે વાહનો ચાલકોને નાના મોટા અકસ્માતોનો ખતરો વધી જવા પામ્યો છે, ખાસ કરી માલવાહક ગાડી ચાલકને મોટી નુકસાની ભોગવવાનો વારો પણ આવી શકે તેમ છે. જોકે હાલ સમગ્ર બાબતને આદિવાસી સમાજના આગેવાના પ્રવિણભાઈ પારગીએ પણ ધરણે બેસીને સ્થાનિક લોકોને ટોલટેકસ ભરવા માટે અવાર નવાર આ ટોલ પર વિવાદ સર્જાવાની ઘટના સામે આવતી હોય સાથે જ હાઈવે બિસ્માર હોવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે બાયપાસની યોગ્ય રીપેરીંગ કામગીરી કરવા તેમજ સમસ્યાના નિરાકરણ માટે આદિવાસી સમાજના આગેવાન પ્રવિણ ભાઈએ ધરણા કરી ટોલનાકા વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો છે.વધુમા પ્રવિણ ભાઈ કહ્યું હતુ કે શું જે તે સમયે જમીન સંપાદન કરીને ટોલનાકા માટે ક્યા જગ્યા ફાળવવામા આવી હતી? અને સ્થાનિક ગ્રામ પંચાયત પાસેથી ટોલનાકાના બાંધકામ માટે મજૂરી પણ લીધેલ નથી…? ટોલનાકા વિરુદ્ધ સવાલો ઉઠવાયા હતા. ત્યારે આ સમગ્ર મામલો હાઈવે તેમજ સર્વિસ રોડ ખખડધજ હાલતમાં હોવાની રજૂઆત લઈને ઓથોરિટી ના મેનેજર પાસે ગયેલા આદિવાસી સમાજના આગેવાન વચ્ચે ગરમાગરમી અને વાઘ યુદ્ધ સર્જાયા હતા જે બાદ ઉપરોક્ત ટોલનાકા ના વિરોધમાં આદિવાસી સમાજના અગ્રણીઓ ધરણા પર ઉતરી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ ખાતે આવેલું ટોડ નાખો આ અગાઉ પણ વિવાદમાં સપડાઈ ચક્યું છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં લીમડી બાયપાસ તેમજ ઝાલોદ બાયપાસના સર્વિસ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી આ રસ્તો ખખડધજ અવસ્થામાં પહોંચી ગયો છે. જેનાં પગલે અત્રેથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે એક તરફ ટોલ ઓથોરિટી વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવતી હોય તો ખખડધજ થયેલા માર્ગોને રીપેરીંગ તેમજ જરૂરી મેન્ટેનન્સ કરવાની જવાબદારી ટોલ ઓથોરિટી અથવા જે તે નિયમ અનુસાર આ હાઇવે જેના કાર્ય ક્ષેત્રમાં આવતો હોય તે સંબંધિત વિભાગના શિરે આવતી હોઈ વાહન ચાલકોની સુવિધા અને સુખાકારીને ધ્યાને લઈ સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.