
ઝાલોદ ડેપોને ફાળવેલી 10 એસ.ટી. બસોને ધારાસભ્યએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી..
દાહોદ તા.૦૯
ગુજરાત સરકાર દ્વારા ઝાલોદ એસ.ટી બસ ડેપોને નવીન 10 બસોની ફાળવણી કરવામાં આવી છે, સરકાર દ્વારા ફાળવેલ એસ.ટી. બસોને બસોને લીમડી બસ સ્ટેશન ખાતેથી ધારાસભ્ય મહેશ ભૂરીયાએ લીલી ઝંડી બતાવી જાહેર જનતા માટે પ્રસ્થાન કરાવવામા આવી હતી.
ધારાસભ્ય મહેશ ભૂરીયાએ નવીન બસના ડ્રાઇવરો અને કંડક્ટરોને શુભેચ્છાઓ આપી હતી. આ નવિન ફાળવેલ બસોને સુરત, અંબાજી, ગાંધીધામ, રાજકોટ, કાલાવાડ જેવા રૂટ પર ફાળવવામા આવી હતી.નવિન બસોના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય મહેશ ભુરીયાએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા પરિવહનમાં નાગરિકોને વધુ સુવિધા યુક્ત સંસાધનો પૂરી પાડવા કટિબંધ છે ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ ડેપોને રાજ્ય સરકાર દ્વારા નવીન દસ બસોની ફાળવણી કરીને લોકોને પડતી મુશ્કેલીઓમાં રાહત આપવાનું કામ કર્યું છે ત્યારે આવનાર સમયમાં પરિવારને વધુ સુંદર કરવા માટે સરકાર હર હંમેશ કાર્યરત છે તેમ જણાવ્યું હતુ. આ કાર્યક્રમમા ડેપો મેનેજર નિલેશ મુનિયા તેમજ એસ.ટી વિભાગના કર્મચારીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.