સુખસર મામલતદાર કચેરી ખાતે ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા આવેદનપત્ર અપાયું*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર મામલતદાર કચેરી ખાતે ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા આવેદનપત્ર અપાયું*

 સુખસર,તા.7

   ગુજરાતમાં ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવા માટે રાજ્યભરમાં વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે.આ અભિયાન અંતર્ગત 7 મે 2026ના રોજ ગુજરાતના દરેક તાલુકા મથકે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાયા હતા.સુખસર નગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

        પ્રાપ્ત માહિતી અનુસાર, 7 મેના રોજ સવારે 11:00 વાગ્યે દયાળુ હનુમાનજી મંદિરથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.આ પદયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મામલતદાર કચેરીએ પહોંચી હતી.ત્યાં ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.

આ આયોજનમાં સુખસર તાલુકાના ગૌ ભક્તો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

          ઉલ્લેખનીય છે કે ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા માટે દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. ભારતભરના સંતો દ્વારા ગૌ માતાના સન્માન,સેવા અને સુરક્ષા માટે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત દેશભરમાંથી 50 કરોડથી વધુ હસ્તાક્ષર એકત્રિત કરવાની યોજના છે.આ હસ્તાક્ષરો સાથેનું આવેદનપત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવશે.

           આ અભિયાન દ્વારા ગૌ માતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ તેમને બંધારણીય રીતે ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવા માટે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. “ગાય માત્ર એક પશુ નથી,પરંતુ તે ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે,” એવી લાગણી સાથે સંતો અને ગૌ ભક્તોમાં આ અભિયાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Share This Article