રાજેશ વસાવે :- દાહોદ
મોરબીના એક દલાલનુ કારસ્તાન..
દાહોદના યુવકને વેગનઆર ગાડીના ફોટા તથા આરસીબુક મોબાઈલમાં મોકલી બતાવી ત્રણ લાખ ખંખેર્યા..
દાહોદ તા.05
મોરબીના એક વ્યક્તિએ દાહોદના એક વ્યક્તિને ધહોદ ગોદી રોડના અન્ય એક વ્યક્તિની ફોર વ્હીલ ગાડીના ફોટા તથા ગાડીની આરસી બુક મોબાઈલ ફોનમાં મોકલી ત્યારબાદ મોબાઈલ ફોન પર વાતચીત કરી ગાડીની કિંમત બતાવી સોદો કરી ત્રણ લાખ રૂપિયા આંગડીયા પેઢી મારફતે મંગાવી ગાડી નહીં આપી છેતરપીંડી કર્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર તા. ૨૩- ૧-૨૦૨૪ થી તા. ૨૪-૨-૨૦૨૪ દરમ્યાન મોરબીના અશોકભાઈ દલાભાઈ ઉર્ફે રાજુભાઈ રાઠોડે દાહોદ ગોદીરોડ,સેન્ટ મેરી સ્કૂલની સામે રહેતા પાર્થભાઈ શૈલેષભાઈની જીજે-૦૪ ડીએ-૮૩૪૪ નંબરની વેગરઆર ગાડીના ફોટા તથા ગાડીની આર.સી.બુક પોતાના મોબાઈલ નંબરના ફોનથી દાહોદ ઠક્કર કળીયા ગુરૂદ્વારા ગલીમાં રેહેતા સોયબ ઈમ્તિયાઝ મલેકને મોકલી બતાવી રૂ।. ૩,૨૦,૦૦૦માં મોબાઈલ ફોન પર વાતચીત કરી ગાડીનો સોદો કરી મોરબીના અશોકભાઈ રાઠોડે રૂપિયા ત્રણ લાખ રોકડા મોરબીમાં આવેલ એસ.પી.આંગડીયા પેઢી મારફતે મંગાવી લીધા હતા. પરંતુ અશોકભાઈ રાઠોડે પાર્થ શૈલેષભાઈ ભાઈદાસ પાસેથી વેગનઆર ગાડી નહીં અપાવી સોયબભાઈ મલેક સાથે વિશ્વાસપાત છેતરપીંડી કરી હતી.આ સબંધે વિશ્વાસઘાત અને ઠગાઈનો ભોગ બનેલા દાહોદ ઠક્કર ફળિયાના સોયબ ઈમ્તિયાજ મલેકે દાહોદ બી.ડીવીઝન પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે મોરબીના અશોકભાઈ દલાભાઈ,રાજુભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.