
રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર તાલુકાના રાછવા આમલી મેનપુર મુખ્ય પ્રાથમિક શાળામાં પિયર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગરબાડા તા. ૫
આજે તા 5-03-2024 ના રોજ પ્રા. આ. કે. રાછવા આમલી મેનપુર મુખ્ય પ્રાથમિક શાળા , ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય. તિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.બી. પી .રમન સાહેબ ના માર્ગદર્શન હેઠળ પ્રથમિક શાળા આમલી મેનપુર ખાતે પિયર કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ માં જિલ્લા કાઉન્સિલર નિખિલ ભાઈ ભોકણ મેડિકલ ઓફિસર અરુણકુમાર કુર્મી પ્રા. આ. કે. રાછવા દ્વારા પિયર એજ્યુકેટર ને કીટ વિતરણ કરવામાં આવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવા ના મેડિકલ ઓફિસરશ્રીથતા જિલ્લા કાઉન્સિલર નિખિલ ભાઈ દવારા દ્વારા મમતા સેશન, ગૌરવ દિવસ અને કિશોર સ્વાથ્ય કાર્યક્રમ ની ચર્ચા કરવા માં આવી. તમામ પિયર એજ્યુકટરને RKSK કાર્યક્રમ, એનિમિયા, સિકલ સેલ એનિમિયા, વ્યક્તિગત સ્વચ્છતા તેમજ NDD અને NIPI ની માહિતી આપી. તેમજ પ્રા.આ.કે ના તમામ કર્મચારી cho mphw fhw શાળા ના આચાર્ય શ્રી રમેશ ભાઈ તથા તમામ સટાફ ભાગ લીધેલ હતો