##DahodLive#
જિલ્લામાં તા. ૧ થી ૩ માર્ચ દરમ્યાન ગાજવીજ સાથે વરસાદની હવામાન ખાતાની આગાહી
દાહોદ તા. ૨૯
જિલ્લા ખેતીવાડી દાહોદ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઇને ખેડૂતોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા. ૧ થી ૩ માર્ચ દરમ્યાન જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી કરીને ખેડૂતોને પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા જણાવાયું છે.
રવિ પાકોની કાપણી વહેલી તકે કરવી, જંતુનાશક દવા તેમજ ખાતરનો ઉપયોગ ટાળવો, પાક, ખાતર અથવા બિયારણ પલળે નહીં તેની તકેદારી રાખવી, એ. પી. એમ. સી. માં પણ વેપારી અને ખેડૂતોએ સાવચેતી માટે જરૂરી પગલાં લેવાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.
વધુ જાણકારી માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, કે. વી. કે. અથવા કિસાન કોલ સેન્ટર ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.