Tuesday, 03/12/2024
Dark Mode

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસનો આંતરિક વિવાદ બહાર આવ્યો..

February 29, 2024
        602
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસનો આંતરિક વિવાદ બહાર આવ્યો..

રાજેશ વસાવે :- દાહોદ 

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસનો આંતરિક વિવાદ બહાર આવ્યો..

દાહોદમાં મોવડી મંડળની બેઠક બાદ શહેર કોગ્રેસ પ્રમુખે રાજીનામું ધરતા ખળભળાટ…

દાહોદ તા.૨૯

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસનો આંતરિક વિવાદ બહાર આવ્યો..

 

દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે એકા એક પક્ષ માથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમા ખળભળાટ મચી જવા પામ્યો છે, કોંગ્રેસના અંદરો અંદરના વિખવાદને કારણે શહેર પ્રમુખે રાજીનામું આપ્યુ હોવાની જાણકારી મળી રહી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક સહિત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને દાહોદ ખાતે આવ્યા હતા અને દાહોદ જીલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી, બેઠક પૂર્ણ થયા બાદ દાહોદ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા ઈશ્વર પરમાર સાથે મતભેદ હોવાના કારણે તેમની સાથે બોલા-ચાલી અને ઘર્ષણ થયું હતું, જેના કારણે શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે નારાજ થઈને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો અને તાત્કાલિક કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યુ હતુ, શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાંથી ખળભળાટ મચી જવા પામ્યો હતો, એક તરફ પ્રદેશ કોંગ્રેસ સહિતના નેતાઓ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં હાસિયામાં ધકેલાયેલી કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે કોંગ્રેસના નેતાઓ એક એક કાર્યકર્તા ને જોડવાનું કામ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા શહેર કોંગ્રેસ પ્રમુખે એકા એક રાજીનામું ધરી દેતા કોંગ્રેસને એક સાંધે ને તેર તૂટે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે દાહોદ જિલ્લા કોંગ્રેસના જૂથવાદના કારણે હજી પણ કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજીનામાં ધરે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે.

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસનો આંતરિક વિવાદ બહાર આવ્યો..

 

દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમાર એ તેમના રાજીનામા જણાવ્યુંહતું કે, હું છેલ્લા બે વર્ષથી દાહોદ શહેર પ્રમુખ તરીકને સેવા આપું છું. આ અગાઉ જીલ્લા કોંગ્રેસ સમિતિમાં પ્રવક્તા તરીકે 10 વર્ષ કાર્ય કર્યુ છે.દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમાર એ તેમના રાજીનામા જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી દાહોદ શહેર પ્રમુખ તરીકને સેવા આપું છું. આ અગાઉ જીલ્લા કોંગ્રેસ સમિતિમાં પ્રવક્તા તરીકે 10 વર્ષ કાર્ય કર્યુ છે. સેવાદળમાં પણ મારી સેવાઓ આપી છે. કોંગ્રેસની વિચારધારાને ફેલાવવા માટે પક્ષ દ્વારા તાલીમ વર્ગ સારું કર્યો હતો. તેમાં પ્રદેશ કક્ષાએ અનેક તાલીમો પણ આપી છે. પક્ષમાં 1981થ પાયાના કાર્યકર તરીકે કામગીરી કરું છું. વર્તમાન સમયમાં દાહોદ શહેરના એક જૂથ દ્વારા મારો વારંવાર વિરોધ થતો હોવા છતાં 28-02-2024ના રોજ દાહોદ ખાતે રાખેલા કાર્યક્રમમાં મને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરફથી કાર્યક્રમના સંચાલનની કામગીરી સોંપવામાં આવી તે મેં મારી સુજબુજ અને કુનેહથી સારી રીતે પાર પાડ્યો હતો. તેમ છતાં અમુક કાર્યકરોએ અમારા નામ કેમ લીધા નહીં તેમ કહી અપમાન થાય તેવી ભાષામાં વર્તન કર્યુ હતું. આવું વર્તન હું વારંવાર સહન કરી શકું તેમ નથી. જેથી હું મારા કોંગ્રેસના પદ પર રહેવા માંગતો નથી. જેથી હું રાજીનામું આપું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!